ગુજરાતથી યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની સહિતના મુખ્ય ગ્લોબલ કોરિડોર્સ તરફના ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફોરેક્સ ફ્લોને લક્ષ્ય બનાવે છે

અમદાવાદ, 7 એપ્રિલ: ભારતના ટ્રાવેલ ફિનટેક પ્લેટફોર્મ નિયોએ અમદાવાદમાં તેની નિયો ફોરેક્સ બ્રાન્ચના પ્રારંભની જાહેરાત કરી છે. આ જાહેરાત દેશભરમાં 50 બ્રાન્ચનું ફિજિટલ નેટવર્ક ઊભું કરવાની તેની યોજનાનો ભાગ છે. આ વિસ્તરણ મુખ્ય ટ્રાવેલ અને રેમિટન્સ માર્કેટ્સમાં ઓન-ગ્રાઉન્ડ એક્સેસ સાથે ડિજિટલ-ફર્સ્ટ પ્લેટફોર્મનું મિશ્રણ કરીને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્રોસ-બોર્ડર કોરિડોર્સમાં તેની હાજરી મજબૂત બનાવે છે.

અમદાવાદ બ્રાન્ચ કાનજી ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ કામ કરશે જે આરબીઆઈ દ્વારા લાયસન્સ પ્રાપ્ત ઓથોરાઇઝ્ડ ડીલર કેટેગરી 2 એકમ છે. આ સાથે નિયો ફોરેક્સે વિદેશ પ્રવાસ, સ્ટુડન્ટ મોબિલિટી અને રેમિટન્સ માટે ભારતના સૌથી સક્રિય પ્રદેશો પૈકીના એક પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. આ પગલું નિયોની આક્રમક વિસ્તરણ વ્યૂહરચનાને અનુસરે છે. કંપનીએ ગયા અઠવાડિયે જ તેની ચેન્નાઈ બ્રાન્ચ શરૂ કરી હતી, જે તેની ડિજિટલ ઓફરિંગની સાથે તેની ફિઝિકલ હાજરીને વધારવા માટેના તેના ઝડપી પ્રયાસ પર ભાર મૂકે છે.

ગુજરાતી મૂળ ધરાવતા અંદાજે 5-6 મિલિયન લોકો ભારતની બહાર રહે છે

નિયો ફોરેક્સના સીઈઓ અમિત તલવારે જણાવ્યું હતું કે, “વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા લોકોમાં ગુજરાતના લોકોનો નોંધપાત્ર હિસ્સો રહ્યો છે. ગુજરાતી મૂળ ધરાવતા અંદાજે 5-6 મિલિયન લોકો ભારતની બહાર રહે છે. ગુજરાતી સમુદાયનો દરિયાઈ મુસાફરી અને સ્થળાંતરનો લાંબો ઇતિહાસ છે, જે પૂર્વ આફ્રિકામાં સ્થળાંતરથી શરૂ થયો હતો અને છેલ્લા કેટલાક દાયકાઓમાં યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને હવે જર્મની જેવા દેશોમાં ફેલાયો છે. રાજ્યનું સૌથી મોટું શહેર અને તેના આર્થિક પાટનગર એવું અમદાવાદ, વિદ્યાર્થીઓ, વૈશ્વિક સ્તરે જોડાયેલા વ્યવસાયો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને કારણે વિદેશમાં અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે. યુરોપ સૌનું માનીતું લેઝર ડેસ્ટિનેશન ગણાય છે. પોતાના પારદર્શક અને સરળ ફોરેક્સ સોલ્યુશન્સ પર મદાર રાખતા નિયો માટે સ્થાનિક સ્તરે હાજરી હોવી અને રાજ્યમાં ફોરેક્સ માંગને પૂરી કરવી ખૂબ જરૂરી છે.”

આ બ્રાન્ચ ફોરેક્સ કાર્ડ્સ, ફોરેક્સ કેશ અને આઉટવર્ડ રેમિટન્સ સહિતની સર્વિસીસ પૂરી પાડશે. ઉપરાંત તે ફ્લાઇટ અને હોટેલ બુકિંગ, વિઝા માટે સહાય, eSIM અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જેવી વેલ્યુએડેડ ટ્રાવેલ સર્વિસીસ પણ આપશે, જેને ડિજિટલ-ફર્સ્ટ, પારદર્શક કિંમત મોડેલ દ્વારા પૂરી પાડવામાં આવશે.

નાણાંકીય વર્ષ 2023-24માં લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ ભારતનું આઉટવર્ડ્સ રેમિટન્સ 31.73 અબજ યુએસ ડોલર હતું, જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરીનો હિસ્સો કુલ આઉટફ્લોના 57 ટકાથી વધુનો હતો. ગુજરાત વિદ્યાર્થીઓની અવરજવર માટે એક મુખ્ય સોર્સ માર્કેટ રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ સતત યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસ અને કેનેડા જેવા વૈશ્વિક શિક્ષણ કેન્દ્રોમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓની બાબતે ગુજરાતનો હિસ્સો લગભગ 8 ટકા જેટલો છે, જે તેને અગ્રણી રાજ્યોમાં સ્થાન આપે છે.

નિયો ફોરેક્સના ચીફ બિઝનેસ ઓફિસર સાઈ શંકરે ઉમેર્યું હતું કે, “ભારતની બહાર જતા પ્રવાસીઓમાં ગુજરાતીઓનો હિસ્સો લગભગ 18 ટકા જેટલો છે અને પ્રત્યેક ગુજરાતી આંતરરાષ્ટ્રીય પ્રવાસી દરેક પ્રવાસ પાછળ સરેરાશ રૂ. 1.5 લાખનો ખર્ચ કરે છે. જોકે ગ્રાહકનો અનુભવ કિંમત અને ઓફલાઇન નિર્ભરતાના આધારે નક્કી થતો હોય છે. અમારું ફિજિટલ મોડેલ ડિજિટલ સુવિધાને ફિઝિકલ હાજરીના વિશ્વાસ અને સમર્થન સાથે જોડીને આ અંતરને દૂર કરે છે.”

ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ગિફ્ટ સિટી તેમજ એશિયા, યુકે અને મધ્ય પૂર્વના 16 દેશો સાથે અમદાવાદની સીધી કનેક્ટિવિટી દ્વારા આ ક્ષેત્રનું મહત્વ વધુ મજબૂત બને છે, જે સતત આઉટબાઉન્ડ માંગને ટેકો આપે છે.

નિયો દસ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓને સેવાઓ આપે છે

નિયો હાલમાં દસ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓને સેવાઓ આપે છે અને મુંબઈ, પુણે, બેંગલુરુ, એનસીઆર, હૈદરાબાદ અને ચેન્નઇ સહિતના મહાનગરોમાં હાજરી ધરાવે છે. અમદાવાદમાં થયેલું લોન્ચિંગ પશ્ચિમ ભારતમાં તેની હાજરીને મજબૂત બનાવે છે અને ઉચ્ચ સંભાવના ધરાવતા પ્રાદેશિક બજારોમાં વિસ્તરણ તરફ એક વ્યૂહાત્મક પગલું દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)