મુંબઇ, ૬ જુન: ગુજરાતાં વાવાઝોડાંની આગાહી વચ્ચે તંત્ર સાબદું થયું છે. હાજર બજારોમાં ખાસ ચહલપહલ નથી. કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૨૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૧૮૭ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણાં, ઇસબગુલ, હળદર તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા જીરાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૪૨૬ રૂ. ખુલી ૫૪૧૧  રૂ., દિવેલનાં ભાવ ૧૧૧૪ રૂ. ખુલી ૧૧૧૪ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૨૩ રૂ. ખુલી ૨૫૧૧ રૂ., ધાણા ૬૦૧૨ રૂ. ખુલી ૫૯૫૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૦૩ રૂ. ખુલી ૫૪૧૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૬૮૦  રૂ. ખુલી ૧૦૬૮૩ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૩૮૦૦ રૂ. ખુલી ૨૩૬૫૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૫૩૨૦ રૂ. ખુલી ૪૫૯૩૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૩૮.૦૦ રૂ. ખુલી ૧૫૧૩. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૦૦૦ ખુલી ૪૬૪૮૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૫૧૨  રૂ. ખુલી ૭૪૭૪ રૂ. બંધ રહ્યા હતા.