મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,24,696 સોદાઓમાં કુલ રૂ.32,826.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,059.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24753.67 કરોડનો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,060 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24753.67 કરોડનું ટર્નઓવર

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,951 સોદાઓમાં રૂ.4,333.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,869ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,031 અને નીચામાં રૂ.59,813ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.143 વધી રૂ.59,991ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.48,212 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.5,992ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.142 વધી રૂ.59,927ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,971ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,244 અને નીચામાં રૂ.71,612ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.277 વધી રૂ.72,149ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.244 વધી રૂ.72,186 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.242 વધી રૂ.72,178 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.171 ડાઊન, કોટન-ખાંડી વાયદો રૂ.640 નરમ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 64,473 સોદાઓમાં રૂ.2,353.6 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,957 અને નીચામાં રૂ.5,811ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.171 ઘટી રૂ.5,833 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.166 ઘટી રૂ.5,838 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.189ના ભાવે ખૂલી, રૂ.3.80 ઘટી રૂ.184.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3.7 ઘટી 184.6 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.09 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,100 અને નીચામાં રૂ.59,580ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.640 ઘટી રૂ.59,640ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.70 ઘટી રૂ.926.80 બોલાયો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલા, બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,738 સોદાઓમાં રૂ.1,361.66 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.722ના ભાવે ખૂલી, રૂ.0.25 ઘટી રૂ.720.90 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.204.75 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.209ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.205.05 જસત-મિની જૂન વાયદો રૂ.0.75 વધી રૂ.208.95 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,060 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24753.67 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,838.77 કરોડનાં 3,068.104 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,494.54 કરોડનાં 345.931 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,544.31 કરોડનાં 26,27,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.809.29 કરોડનાં 4,32,88,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.194.96 કરોડનાં 9,489 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.43.09 કરોડનાં 2,355 ટન તાંબાના વાયદાઓમાં રૂ.831.41 કરોડનાં 11,533 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.292.20 કરોડનાં 13,957 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.89 કરોડનાં 1,152 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.4.20 કરોડનાં 45 ટનનાં કામકાજ થયાં હતાં.