નિફ્ટી માટે ટેકનિકલ એનાલિસિસ અનુસાર 25,200–25,250 ઝોનથી ઉપર એક નિર્ણાયક અને સતત ચાલ જોવા મળી શકે તેવી શક્યતા છે. સુધારાની આગેકૂચ 25,450–25,500 અને ત્યારબાદ 25,670 સુધીનો દરવાજો ખોલી શકે છે. જોકે, નિફ્ટી માટે 25,000–24,900 ઝોન પર સપોર્ટ રહે છે.

Stocks to Watch:TCS, TataElxsi, 5PaisaCapital, ICICIPrudential, AfconsInfra, LloydsEng, NTPCGreen, RailTel, Natco, TechEra, WeWork, MahindraFinance, IDFCFirstBank, TataSteel, BSE, FortisHealth, Swiggy

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ નિફ્ટી સતત 25000ની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની સપાટી ઉપર ટ્રેડ થવા સાથે માર્કેટમાં હજીપણ સાવચેતીનો સૂર પ્રવર્તે છે. આરએસઆઇ 58 આસપાસના લેવલે સજેસ્ટ કરે છે કે, માર્કેટમાં હજી ઓવરબોટ કે ઓવરસોલ્ડ કન્ડિશનના કોઇ સંકેત મળતાં નથી. મૂવિંગ એવરેજ પણ અપવર્ડ સંકેત આપે છે. પરંતુ સેક્ટોરલ અને સ્ટોક સ્પેસિફિક ડાયરેક્શન સાથે સુધારાની આગેકૂચની શરત આડે આવી રહી હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવે છે. રિલાયન્સના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે રેઝિસ્ટન્સ 25200 પોઇન્ટ છે તે ક્રોસ થતાં માર્કેટમાં સુધારાની ચાલ વેગ પકડી શકે તેવી ધારણા છે.

નિફ્ટી મજબૂત ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ દ્વારા સપોર્ટેડ મજબૂત કન્ડિશનમાં રહે છે, જોકે તાત્કાલિક ગાળામાં કોન્સોલિડેશન અને રેન્જબાઉન્ડ ટ્રેડિંગ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે ટેકનિકલ એનાલિસિસ અનુસાર 25,200–25,250 ઝોનથી ઉપર એક નિર્ણાયક અને સતત ચાલ જોવા મળી શકે તેવી શક્યતા છે. સુધારાની આગેકૂચ 25,450–25,500 અને ત્યારબાદ 25,670 સુધીનો દરવાજો ખોલી શકે છે. જોકે, નિફ્ટી માટે 25,000–24,900 ઝોન પર સપોર્ટ રહે છે.

દરમિયાન, બેંક નિફ્ટીને 57,000 તરફ તેની ઉપરની યાત્રા ફરી શરૂ કરવા માટે 56,300–56,500 ઝોનને ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, તે 56,000-58,000 સપોર્ટ રેન્જમાં કોન્સોલિડેટેડ થઈ શકે છે.

9 ઓક્ટોબરના રોજ, નિફ્ટી 136 પોઈન્ટ વધીને 25,182 પર બંધ થયો હતો. જે 25,199ની ઇન્ટ્રાડે હાઈ અને 25,024ની લોઅર સપાટીને સ્પર્શ્યા પછીનું સ્ટેજ હતું. જ્યારે બેંક નિફ્ટી 174 પોઈન્ટ વધીને 56,192 પર બંધ થયો  હતો. જે 56,286નો ઇન્ટ્રાડે હાઈ અને 55,844ની બોટમ નોંધાવવા સાથેની સ્થિતિ દર્શાવે છે. માર્કેટ બ્રેડ્થ લગભગ તટસ્થ રહી, NSE પર 1,418 શેર વધ્યા અને 1,392 શેર ઘટ્યા હતા.

ઇન્ડિયા VIX: 1.87 ટકા ઘટીને 10.12 પર પહોંચ્યો અને તેની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, જે તેજીવાળાઓ માટે કમ્ફર્ટ ઝોનનો સંકેત આપે છે. તે છેલ્લા સતત પાંચ સત્રોથી 9.7-11.6 રેન્જમાં આગળ વધી રહ્યો છે, જે બજારમાં ઓછી અસ્થિરતા દર્શાવે છે.

Stocks in F&O ban:RBL Bank