PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી

મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં આવી રહી છે. PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયરમેન્ટ રેડીનેસ રિસર્ચ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન બહાર પાડી છે. આ રિપોર્ટ એક આશ્ચર્યજનક વિરોધાભાસ દર્શાવે છે:

રિસર્ચના કેટલાક મહત્વના તારણો નીચે મુજબ છેઃ

1. નિવૃત્તિ આઠમા સ્થાનેથી વધીને 2025માં નંબર 1 પ્રાથમિકતા બની ગઈ છે કારણ કે જીવનશૈલી અને ઉદ્યોગસાહસિકતાના લક્ષ્યાંકો પરિવાર કેન્દ્રિત ચિંતાઓથી આગળ વધી ગયા છે.

2. ઉદ્દેશ્યમાં વધારો છતાં આયોજનો પડી ભાંગ્યા છે. 2025માં ફક્ત 37 ટકા લોકો પાસે નિવૃત્તિની યોજના છે જ્યારે 2023માં 67 ટકા લોકો પાસે નિવૃત્તિની યોજના હતી, કારણ કે લોકો વીમા-આધારિત અભિગમોથી સુરક્ષા અને સંપત્તિ નિર્માણ વચ્ચે સ્પષ્ટ વિભાજન તરફ વળ્યા હોય તેવું લાગે છે.

3. ભારતની નાણાંકીય માનસિકતા ભય-આધારિત સુરક્ષાથી આકાંક્ષા-આધારિત મહત્વાકાંક્ષા તરફ વળી છે જે સુરક્ષાને પ્રગતિ અને જીવનશૈલી સ્વતંત્રતા સાથે ભેળવે છે.

4. નિવૃત્તિ આયોજનમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું વર્ચસ્વ છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી વધીને 62 ટકા (2023માં 44 ટકાથી) થઈ છે. સ્વીકૃતિ વધીને 35 ટકા થઈ છે (2023માં 24 ટકાથી વધીને) જેમાં એનપીએસ, પીપીએફ અને નિવૃત્તિ-કેન્દ્રિત ફંડ્સ લોકપ્રિય થઈ રહ્યા છે. આરઈઆઈટી જેવી નવા જમાનાની પ્રોડક્ટ્સને સ્વીકૃતિ મળી રહી છે.

5. વૈકલ્પિક આવક મેળવવાની ગતિ ધીમી પડીને 25 ટકા થઈ છે, પરંતુ ઉદ્દેશ્ય વધીને 44 ટકા થયો છે. જીવનશૈલીના લક્ષ્યો અને ‘ક્યારેય નિવૃત્તિ ન લેવાની’ માનસિકતા નવી કમાણીની આકાંક્ષાઓને વેગ આપે છે.

નવી નાણાંકીય માનસિકતા – સુરક્ષાથી પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ

પ્રાથમિકતાઓમાં નોંધપાત્ર ફેરફાર પણ બહાર આવ્યો છે. એક સમયે પ્રબળ રહેતી કૌટુંબિક સુરક્ષા અને આરોગ્ય કટોકટીઓ યાદીમાં નીચે આવી ગઈ છે. તેમના સ્થાને, જીવનશૈલીમાં સુધારો, વ્યવસાય શરૂ કરવો અને વ્યક્તિગત પરિપૂર્ણતા જેવી મહત્વાકાંક્ષાઓ ઝડપથી વધી રહી છે. શું આનું કારણ એ છે કે વધુ સમૃદ્ધ ભારતમાં કુટુંબ અને આરોગ્ય “સ્વચ્છતાના પરિબળો” બની ગયા છે? ભારતીયો પોતાને ફક્ત અસ્તિત્વથી આગળ વધવાના સ્વપ્ન જોવાની મંજૂરી આપવા લાગ્યા છે. તેઓ એક એવી નિવૃત્તિની કલ્પના કરી રહ્યા છે જે ફક્ત નાણાંકીય સુરક્ષાને બદલે વ્યક્તિગત આકાંક્ષાઓને દર્શાવે છે. જવાબ હજુ પણ પૂરેપૂરો મળ્યો નથી ત્યારે વલણ સ્પષ્ટ છે: ભારતીયો સુરક્ષા-પ્રથમ વિચારસરણીથી આકાંક્ષા-સંચાલિત આયોજન તરફ આગળ વધી રહ્યા છે અને એક એવા ભવિષ્યને સ્વીકારી રહ્યા છે જ્યાં વ્યક્તિગત લક્ષ્યો અને સ્વ-વાસ્તવિકતા સલામતીની પરંપરાગત કલ્પનાઓ જેટલી જ મહત્વપૂર્ણ છે.

ભારતીયો જોખમો સામે રક્ષણ અને સક્રિયપણે પોતાના માટે ભવિષ્ય બનાવવા વચ્ચે ભેદ પાડવા લાગ્યા છે

PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અભિષેક તિવારીએ જણાવ્યું હતું કે, “નિવૃત્તિ પહેલા નંબરની પ્રાથમિકતા બની ગઈ છે, પરંતુ તૈયારીમાં ઘટાડો થયો છે. આ કોઈ આંચકો નથી પરંતુ સકારાત્મક ઉત્ક્રાંતિનો સંકેત છે. ભારતીયો જોખમો સામે રક્ષણ અને સક્રિયપણે પોતાના માટે ભવિષ્ય બનાવવા વચ્ચે ભેદ પાડવા લાગ્યા છે. વધુ ભંડોળની ભાવના મજબૂત બની રહી છે અને પરિવારો ફક્ત બાળકો માટે ભંડોળ પૂરું પાડવાથી આગળ વધીને પોતાની નિવૃત્તિ માટે આયોજન કરવા તરફ આગળ વધી રહ્યા છે, જે પોતાની સુરક્ષા અને ગૌરવ પર કેન્દ્રિત પરિપક્વ માનસિકતા દર્શાવે છે. મહત્વાકાંક્ષા અને કામગીરી વચ્ચેના અંતરને ખરેખર દૂર કરવા માટે, દરેક હિસ્સેદારે, ચાહે તે રોકાણકારો, સલાહકારો, નિયમનકારો અને ફંડ હાઉસ હોય, એક સમાવેશક, સહાયક ઇકોસિસ્ટમ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, જે વ્યક્તિઓને આગળનું પગલું ભરવા માટે સશક્ત બનાવે. જો આપણે સફળ થઈશું, તો ભારત ઉચ્ચ ઉદ્દેશ્યથી ભવિષ્ય તરફ આગળ વધશે, જ્યાં સક્રિય નિવૃત્તિ માટેનું આયોજન એક નિયમ બની ચૂક્યો હશે.”

“ભારતના નાણાંકીય ક્ષેત્રની ઉત્ક્રાંતિને જોયા પછી, હું આ રિપોર્ટને ઘરેલુ પ્રાથમિકતાઓમાં નાટકીય પરિવર્તનને દર્શાવતો માનું છું. વર્ષોથી સરેરાશ ભારતીય કોઈ ચોક્કસ ધ્યેય વિના ‘બધું જ મેળવવા’ માટે પ્રયત્નશીલ હતો. હવે વધતી જતી સમૃદ્ધિ અને રોગચાળાની અસરે નિવૃત્તિના આયોજન, જીવનશૈલીમાં સુધારો અને ઉદ્યોગસાહસિકતા જેવા ચોક્કસ, સ્વ-લક્ષી લક્ષ્યોને આગળ ધપાવ્યા છે, જે પરંપરાગત કુટુંબ-કેન્દ્રિત ચિંતાઓની સમાંતર ચાલી રહ્યા છે. આ એક ગહન માનસિક ઉત્ક્રાંતિ દર્શાવે છે, ‘માત્ર પરિવાર માટેથી’ થી લઈને ‘મારું શું?’ પૂછવા સુધી, જેમ જેમ નાણાંકીય આયોજન વધુ જટિલ બનતું જાય છે, તેમ તેમ વ્યાવસાયિક સલાહની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનતી જાય છે. જાતે રોકાણ કરવાની કામગીરીનો ઉદય પ્રોત્સાહજનક છે ત્યારે હું દ્રઢપણે માનું છું કે સૌથી આત્મવિશ્વાસુ રોકાણકારોએ પણ લાયક સલાહકારનો બીજો અભિપ્રાય લેવો જોઈએ. આનાથી પ્લાનનો ન કેવળ સ્ટ્રેસ-ટેસ્ટ થાય છે અને પૂર્વગ્રહોને દૂર કરે છે, પરંતુ સુનિશ્ચિત કરે છે કે સાચી તૈયારી ક્યારેય તક પર છોડવામાં આવતી નથી”, એમ PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સિનિયર એડવાઇઝર અજિત મેનને જણાવ્યું હતું.

“અમારું સંશોધન દર્શાવે છે કે જે લોકોએ નિવૃત્તિનું આયોજન કર્યું નથી તેમાં ચિંતા અને નકારાત્મક લાગણીઓ વધુ જોવા મળે છે, જે દર્શાવે છે કે નાણાંકીય સુખાકારી નાણાંકીય જેટલી જ માનસિક છે. જાગૃતિ અને કાર્યવાહી વચ્ચેનું અંતર નોંધપાત્ર છે ત્યારે ઘણા ભારતીયો હેતુને નક્કર પગલાંમાં રૂપાંતરિત કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. જે બહાર આવે છે તે સ્થાયી સામૂહિક માનસિકતા છે – ભારતીયો નોકરીદાતાઓને સ્થિરતાના આધાર માને છે. આ સંદર્ભમાં નોકરીદાતાની આગેવાની હેઠળના કાર્યક્રમો પાયાના સક્ષમકર્તા બની શકે છે તથા શિક્ષણ, સાધનો અને ખાસ કરીને નિષ્ક્રિય આવક મેળવવા માટે સુગમતા પ્રદાન કરીને અંતરને દૂર કરી શકે છે. સંસ્થાઓ નાણાંકીય સુખાકારી પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે ત્યારે કામના સ્થળની આગેવાની હેઠળની પહેલ વર્કફોર્સમાં નિવૃત્તિની તૈયારી માટે સાચા ગેમ-ચેન્જર બની જાય છે”, એમ PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના બિહેવિયરલ ફાઇનાન્સ એન્ડ કન્ઝ્યુમર ઇનસાઇટ્સના એસવીપી ડો. સગનીત કૌરે જણાવ્યું હતું.

નિવૃત્તિ માટેની તૈયારીના સંશોધન અહેવાલ 2025 નિવૃત્તિ આયોજનની જટિલ દુનિયામાં સ્પષ્ટતા લાવે છે. રોકાણકારો માટે, નિવૃત્તિ તૈયારી સંશોધન અહેવાલ 2025 નિવૃત્તિના આયોજનને સ્પષ્ટ બનાવે છે, જે અમૂર્તતા અને ચિંતાના બદલે કાર્યક્ષમ આંતરદ્રષ્ટિ, વ્યવહારુ માપદંડો અને વાસ્તવિક જીવનની વાર્તાઓ  લાવે છે. નાણાંકીય નિર્ણયોને આકાર આપતા વર્તણૂંકીય અવરોધો અને ભાવનાત્મક વાસ્તવિકતાઓને પ્રકાશિત કરીને, આ રિપોર્ટ લોકોને અનિશ્ચિતતાથી જાણકાર કાર્યવાહી તરફ આગળ વધવા માટે સશક્ત બનાવે છે તથા નિવૃત્તિ આયોજનને એક મૂર્ત અને પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય બનાવે છે. સલાહકારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ માટે, આ રિપોર્ટ વધુ ગહન જોડાણ માટે ઉત્પ્રેરક છે, જે વર્તણૂંકીય આંતરદ્રષ્ટિ અને વાસ્તવિક-વિશ્વનો ડેટા પ્રદાન કરે છે, જે વધુ અર્થપૂર્ણ, ધ્યેય-આધારિત વાતચીતોને સક્ષમ બનાવે છે અને ગ્રાહકોને સામાન્ય પૂર્વગ્રહો સામે તેમની નિવૃત્તિ તૈયારીનો સ્ટ્રેસ-ટેસ્ટ કરવામાં મદદ કરે છે. નોકરીદાતાઓ અને નિયમનકારો માટે, આ તારણો કામના સ્થળની આગેવાની હેઠળની નાણાંકીય સુખાકારીની પરિવર્તનશીલ સંભાવના રજૂ કરે છે, જે દર્શાવે છે કે શિક્ષણ, સાધનો અને નિષ્ક્રિય આવક મેળવવા માટે સુગમતા અને તેની આસપાસની નીતિઓ કેવી રીતે વર્તણૂંકીય રીતે ઉદ્દેશ્ય અને ક્રિયા વચ્ચેના અંતરને દૂર કરી શકે છે.