Stocks to Watch:CoronaRemedies, Equitas SFBank, BOB, BandhanBank, BajajFinance, Sobha, UjjivanSFBank, IDBIBank, MahindraFinancial, HindustanZinc, UnionBank, CSBBank, Marico, CoalIndia, NIBE, Dixon, AmberEnt, AdaniEnt, Kiri, Trident

અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શૂક્રવારે પોઝિટિવ મોમેન્ટમ સાથે નિફ્ટીએ 26328 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સાધારણ સુધારો નોંધાવ્યો હતો. પરંતુ જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને યુક્રેન- રશિયા, યુએસ- વેનેઝુએલા, સાઉદી અરબ- યમન વચ્ચેના તણાવની સ્થિતિમાં માર્કેટમાં સાવચેતીનો સૂર રહી શકે છે. હાલની સ્થિતિ મુજબ જોકે નિફ્ટી માટે 26200 મહત્વનો સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ (એસએમએ) નિયર ટર્મ ટ્રેન્ડ સૂચવે છે. જે સુધારાનો સંકેત આપે છે. જ્યારે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) 66ના લેવલે પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપે છે.

2 જાન્યુઆરીના રોજ, નિફ્ટી 182 પોઈન્ટ (0.7 ટકા) ઉછળીને 26,329 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 439 પોઈન્ટ (0.74 ટકા) વધીને 60,151 પર પહોંચ્યો હતો, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે તેજીવાળાઓની તરફેણમાં હતી. NSE પર 830 ઘટતા શેરોની સરખામણીમાં લગભગ 2,034 શેર વધ્યા હતા.

જો નિફ્ટી 26350 ઝોનથી ઉપર ચઢીને ટકી રહેવામાં સફળ થાય છે, તો 26500 તરફ તેજી શક્ય છે. જોકે, જો તે 26350 ની નીચે ઉતરે છે, તો કોન્સોલિડેશન થઈ શકે છે, જેમાં 26200 પર તાત્કાલિક સપોર્ટ હશે, ત્યારબાદ 26000 મુખ્ય સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Stock Trades Ex-Date for Buy BackFairchem Organics
Stock Trades Ex-Date for BonusOrient Technologies
Stock in F&O banSAIL

INDIAVIX: ત્રણ દિવસના ઘટાડા પછી 2.89 ટકા વધીને 9.45 પર પહોંચ્યો, પરંતુ નીચા સ્તરોની નજીક અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, જે તેજીવાળાઓ માટે અનુકૂળ રહ્યો છે.