મુંબઈ, 14 માર્ચ: જિયોએ પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન્સનો નવો પ્રકાર જિયો પ્લસ રજૂ કર્યો છે. જે 4 લોકોના પરિવારને મહિના માટે મફતમાં સેવાઓ અજમાવવાની સુગમતા કરી આપે છે. જિયો વેલકમ ઑફર દ્વારા અનલિમિટેડ ટ્રુ 5G ડેટા, સમગ્ર પરિવાર માટે સિંગલ બિલ, ડેટા શેરિંગ, પ્રીમિયમ કન્ટેન્ટ એપ્સ અને એ સિવાય ઘણા બધા પરિવર્તનકારી લાભો પૂરા પાડવા માટે જિયો પ્રતિબદ્ધ છે. આ પ્લાનના લોન્ચ અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ ટ્રુ 5Gનું 331 શહેરોમાં વિસ્તરણ કર્યું છે. 430 મિલિયનથી વધુ ગ્રાહકોને સમાવ્યા પછી લાખો નવા પોસ્ટપેઇડ ગ્રાહકોને આવકારવા અમે સજ્જ છીએ.