માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ: 23009- 23037-23082 સપોર્ટ: 22919-22891-22845
અમદાવાદ, 27 મેઃ માર્કેટમાં 4થી જૂન અને 14મી જૂનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. 4થી જૂને ચૂંટણી પરીણામો અને 14મી જૂને ચોમાસાના વિધિવત્ત પ્રારંભની જાહેરાત અને અંદાજો. દરમિયાનમાં NIFTYએ 23 મેના રોજ 23,000 પોઇન્ટની અતિ મહત્વની સપાટી હાંસલ કરી છે. એકંદરે, મૂડ બુલ્સની તરફેણમાં છે, છેલ્લા બે અઠવાડિયામાં બેક-ટુ-બેક 2 ટકાના સુધારાને જોતાં. 4 જૂને યોજાનારી મેગા ઈવેન્ટ, લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા વોલેટિલિટી વધે તેવી શક્યતા છે. આગળ જતાં, 23,000 ઇન્ડેક્સની રાઇઝિંગના ઉપલા બેન્ડ તરફની ચાલમાં નિર્ણાયક ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. નિફ્ટી 50 એ શુક્રવારે સરેરાશ કરતાં નીચા વોલ્યુમ સાથે 10.6 પોઈન્ટ ઘટીને 22,957 પર સત્ર બંધ કરતા પહેલા 23,026.40ની ઈન્ટ્રા-ડે ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો. સપ્તાહ માટે, તે 2 ટકા વધ્યો હતો અને સાપ્તાહિક ચાર્ટ પર હજુ વધુ એક સપ્તાહ માટે મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન રચી હતી. દરમિયાન, બેન્ક નિફ્ટી નિફ્ટી 50 કરતાં આગળ વધીને 203 પોઈન્ટ અથવા 0.42 ટકા વધીને 48,972 પર પહોંચી ગયો હતો. ઇન્ડેક્સે ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન રચી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી 23,100-23,200 પર મૂકવામાં આવેલા રાઇઝિંગ ચેનલના અપર બેન્ડ તરફની સફરમાં 23,000 નિર્ણાયક ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે, જ્યારે નીચલા બાજુએ 22,800 સપોર્ટ તરીકે કામ કરે તેવી શક્યતા છે.
નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 23009- 23037-23082 સપોર્ટ: 22919-22891-22845
બેંક નિફ્ટી માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 49046-49142-49298, સપોર્ટ: 48734-48638- 48482
રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22902- 22843 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 23020- 23082 પોઇન્ટ ઘ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
સ્ટોક્સ ટૂ વોચઃ COCHINSHIP, RVNL, HAL, BDL, IRFC, RELIANCE, ADANIENT, NHPC, BEL, ADANIPORT, IREDA, JSWINFRA, MMFORGE
સેક્ટર્સ ટૂ વોચઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, એનર્જી, ડિફેન્સ, આઇટી, પીએસયુ બેન્કિંગ
F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સઃ ઉમેરાયેલ સ્ટોક્સ: Biocon, GNFC, Vodafone Idea, F&O પ્રતિબંધમાં જળવાયેલા સ્ટોક્સ: બંધન બેંક, હિન્દુસ્તાન કોપર, ઇન્ડિયા સિમેન્ટ્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, પીરામલ એન્ટરપ્રાઇઝિસ અને પંજાબ નેશનલ બેંક, F&O પ્રતિબંધમાંથી હટાવેલા સ્ટોક્સઃ આદિત્ય બિરલા કેપિટલ, બલરામપુર ચીની મિલ્સ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, મેટ્રોપોલિસ હેલ્થકેર, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ
FII અને DII ફ્લોઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની 24 મેના રોજ રૂ. 944.83 કરોડની ખરીદી હતી. બીજી બાજુ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 2,320.32 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)