ગુજરાતના 43 લાખ MSME માટે અસીમિત અને આંતર સંચાલિત B2B કનેક્ટિવિટી માટે NBBLનું ભારત કનેક્ટ ફોર બિઝનેસ
2024માં શરૂ કરવામાં આવેલા B2B પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં બે મિલિયનથી વધુ ઇનવોઇસ-આધારિત વ્યવહારો પ્રોસેસ કર્યા હતા
અમદાવાદ, 27 ફેબ્રુઆરી: NPCI ભારત બિલપે લિમિટેડે (NBBL) જાહેરાત કરી છે કે તેનું B2B પ્લેટફોર્મ, ભારત કનેક્ટ ફોર બિઝનેસ, ભારત માટે અને ખાસ કરીને ગુજરાત જેવા MSME-સંચાલિત બજારો માટે એક પાયાનું ડિજિટલ આધાર બની રહ્યું છે. આ પ્લેટફોર્મ રાજ્યના 43 લાખ MSME માટે અસીમિત અને આંતર સંચાલિત B2B કનેક્ટિવિટી માટેનો માર્ગ મોકળો કરી રહ્યું છે. ભારત કનેક્ટ ફોર બિઝનેસ B2B ઇકોસિસ્ટમમાં રહેલા પડકારોનો ઉકેલ લાવે છે, જે ઘણીવાર મલ્ટી-ERP વાતાવરણ દ્વારા વિભાજિત થાય છે.
ઉદ્યોગોના વાર્ષિક સર્વેક્ષણ (ASI 2023-24) મુજબ, ગુજરાત ભારતના ટોચના મેન્યુફેકચરિંગ હબમાંનું એક છે, જે માહિતીના આદાનપ્રદાનને સરળ બનાવવા અને એન્ટરપ્રાઇઝની ઉત્પાદકતાને મજબૂત બનાવવા માટેના ઉકેલોની જરૂરિયાતને વધુ મજબૂત બનાવે છે. અમદાવાદના વૈવિધ્યસભર ઉત્પાદન એકમો, રાજકોટની એન્જિનિયરિંગ અને ઓટો સહાયક કંપનીઓ, વડોદરાના કેમિકલ અને ફાર્મા બેઝ અને સુરતના ટેક્સટાઈલ તેમજ જોબ-વર્ક નેટવર્ક સહિત ગુજરાતના વૈવિધ્યસભર ઔદ્યોગિક ક્લસ્ટર તેની સપ્લાય ચેઇનના વ્યાપ અને જટિલતાને પ્રતિબિંબિત કરે છે. આ ક્લસ્ટર સમયસર, સચોટ અને પ્રમાણિત ડેટાના વિનિમય પર મોટો આધાર રાખે છે, જે કાર્યક્ષમ કામગીરી માટે સંકલિત, આંતર-સંચાલિત ડિજિટલ વર્કફ્લોને જરૂરી બનાવે છે.
આ પડકારોનો સામનો કરવા માટે, ભારત કનેક્ટ ફોર બિઝનેસ MSMEને એકીકૃત ડિજિટલ સ્તર પૂરું પાડે છે, જે તેમના દૈનિક વ્યવસાયની પારસ્પરિક ચર્ચા માટે માળખા અને પારદર્શિતાનો ઉમેરો કરે છે. તે દસ્તાવેજીકરણ, સમાધાન અને માહિતી પ્રવાહમાં લાંબા સમયથી ચાલતા અંતરને દૂર કરવામાં મદદ કરે છે. આ સુધારા વ્યવસાયોને ઝડપી ટર્નઅરાઉન્ડ, રોકડ પ્રવાહ પર મજબૂત નિયંત્રણ અને વધુ વિશ્વસનીય દૈનિક કામગીરી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

ભારત કનેક્ટ ફોર બિઝનેસ MSME માટે નીચે પ્રમાણેના લાભ પ્રદાન કરે છે
| જોડાણનું એક જ સ્થાન: વર્તમાન ERPને બદલવાની જરૂર વિના સિસ્ટમમાં રિયલ ટાઇમ ડેટા એક્સચેન્જને સક્ષમ બનાવે છે, એકીકરણનો ખર્ચ ઘટાડે છે અને એકીકૃત ડેટા વ્યૂ પ્રદાન કરે છે. | ઈનવોઈસ ડિલિવરી અને સ્વીકૃતિ – ઈનવોઈસ અને ક્રેડિટ/ડેબિટ નોટ્સમાં ટાઇમસ્ટેમ્પ્ડ સ્વીકૃતિ અને રીઅલ ટાઇમ દૃશ્યતા પ્રદાન કરતા ઈન્વોઈસના ફ્લોને સ્વચાલિત બનાવે છે, મેન્યુઅલ પ્રયાસો અને ભૂલોને ઘટાડે છે. |
ફાઇનાન્સિંગની સક્ષમતા: ઝડપી ઈનવોઈસ સ્વીકૃતિના માધ્યમથી ઝડપી રોકડ પ્રવાહમાં મદદરૂપ થાય છે, ચકાસવામાં આવેલા ઈનવોઈસ ડેટા ધિરાણ પૂરું પાડતા ભાગીદારો સુધી MSMEની પહોંચમાં વધારો કરે છે.
| ઉઘરાણી અને ચુકવણી: ડિજિટલ પેમેન્ટના પ્રવાહને સુવ્યવસ્થિત કરે છે, કામગીરીના ભારણને ઘટાડે છે અને ઉઘરાણીની કાર્યક્ષમતામાં સુધારો કરે છે, જેથી ટીમો ઉચ્ચ મૂલ્યના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. | પતાવટ અને સમાધાન: ઈનવોઈસ, રિટર્ન અને વ્યવસ્થામાં સમાધાનને સ્વચાલિત કરે છે, સંરેખિત રેકોર્ડસ અને GSTR 2B સાથે ચેક્સ/GSTની ચોકસાઈને સુધારે છે, અને ઓછા વિવાદો સાથે સરળ રિટર્ન મેનેજમેન્ટને સુનિશ્ચિત કરે છે. |

નાના વ્યવસાયો માટેના સંભવિત ફાયદા પર ભાર મૂકતા, NBBLના MD અને CEO શ્રીમતી નૂપુર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના મોટા અને ગતિશીલ MSME ક્ષેત્રને ભારત કનેક્ટ ફોર બિઝનેસ જેવા મજબૂત B2B ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઘણો ફાયદો થઈ શકે છે. તેનું આંતર સંચાલિત ડિજિટલ ઇકોસિસ્ટમ મૂર્ત, દૂરગામી લાભો પૂરા પાડે છે, જે વ્યવસાયોને કામગીરીનું ઘર્ષણ ઘટાડવા, લિક્વિડિટી મેનેજમેન્ટમાં સુધારો કરવા અને તેમની પ્રક્રિયાઓમાં સ્પષ્ટ દૃશ્યતા મેળવવામાં સક્ષમ બનાવે છે. બદલામાં, બેંકો અને ફિનટેકને પ્રમાણિત ડેટા સુધીની પહોંચનો લાભ મળે છે, જે વધુ સચોટ અને કાર્યક્ષમ ક્રેડિટ મૂલ્યાંકનને સમર્થન આપે છે. તે ઈનવોઈસ અને પેમેન્ટમાં અસ્પષ્ટતાઓને ઘટાડીને સરળ વિવાદ નિવારણને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારત કનેક્ટ ફોર બિઝનેસ સાથે, MSME તેમના વર્તમાન ERP અને વ્યવસાય સિસ્ટમને એકીકૃત કરી શકે છે, જેનાથી ચુકવણી, ઉઘરાણી અને સમાધાનને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનાવી શકાય છે, જેનાથી અંતે વધુ સ્થિતિસ્થાપક અને વ્યાપક કામગીરીને મદદ મળે છે”.

ભારતનું MSME ક્ષેત્ર: વિવિધ ઉદ્યોગો અને સપ્લાય ચેઇનમાં 7.7 કરોડથી વધુ MSME કાર્યરત
ભારતનું MSME ક્ષેત્ર દેશની સૌથી મોટી આર્થિક કરોડરજ્જુમાંનું એક છે, વિવિધ ઉદ્યોગો અને સપ્લાય ચેઇનમાં 7.7 કરોડથી વધુ MSME કાર્યરત છે. આ ક્ષેત્રનો વ્યાપ વાર્ષિક 150 કરોડથી વધુ GST ઇ-ઇનવોઇસમાં વધુ પ્રતિબિંબિત થાય છે, જે સચોટ, આંતર સંચાલિત અને ડિજિટાઇઝ્ડ ડેટા ફ્લો પર આધાર રાખતા વ્યવહારોના વિશાળ પ્રમાણને રજૂ કરે છે. ભારત કનેક્ટ ફોર બિઝનેસ પ્લેટફોર્મના માધ્યમથી NBBL, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આંતર સંચાલિત B2B માર્ગોનું નિર્માણ કરી રહ્યું છે, જે વધતા MSME આધાર માટે મદદરૂપ થાય છે.
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં, ભારત કનેક્ટ ફોર બિઝનેસ બે મિલિયન ઇનવોઈસ-આધારિત વ્યવહારોને પાર પહોંચ્યું છે અને મજબૂત ગતિને જાળવી રાખતાં છેલ્લા છ મહિનામાં ઇનવોઇસ જનરેશનમાં સરેરાશ માસિક 50% વૃદ્ધિ નોંધાવી છે. આ પ્લેટફોર્મ પહેલાથી જ ટેલી પ્રાઇમ, ઝોહો ERP, એમસ્વાઈપ, એઝબઝ અને ઓપન જેવા અગ્રણી ERP અને બિઝનેસ સોલ્યુશન પ્રદાતાઓ પર લાઇવ છે, જે વ્યાવસાયોને તેમની હાલની વ્યવસ્થાને અસીમિત રીતે એકીકૃત કરવામાં સક્ષમ બનાવે છે.
ઇકોસિસ્ટમનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે NBBL સુરક્ષિત, પ્રમાણિત અને વ્યાપકપણે સુલભ ડેટા પ્રવાહને સક્ષમ કરવા માટે તેના ઓપન-આર્કિટેક્ચર મોડેલમાં ડિજિટલ પબ્લિક ગુડ્સના પાયાનો પણ સમાવેશ કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
