LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં બ્રોકરેજ હાઉસ નારાજ
અમદાવાદ, 6 ઓગસ્ટઃ LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં અગ્રણી બ્રોકરેજ હાઉસ નારાજ રહેવા સાથે તેમણે શેરના સંભવિત મૂલ્યાંકનમાં ઘટાડાના અંદાજો રજૂ કર્યા છે.
HSBC | નોમુરા |
રેટિંગ ડાઉનગ્રેડ કર્યું અને ટાર્ગેટ ભાવ રૂ. 740 થી ઘટાડીને રૂ. 590 પ્રતિ શેર કર્યો છે. | રેટિંગ ‘ખરીદી’માંથી ‘ન્યુટ્રલ’ કર્યું અને લક્ષ્ય કિંમત રૂ. 875 થી ઘટાડીને રૂ. 725 કરી |
LIC હાઉસિંગનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 2 ટકા ઘટીને (YoY) Q1 FY25માં રૂ. 1,300 કરોડ થયો હતો, જ્યારે ચોખ્ખી વ્યાજની આવક 10 ટકા ઘટીને રૂ. 1,989 કરોડ થઈ હતી. નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) માંથી ઓછી વસૂલાતને કારણે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પણ ગયા વર્ષના સમાન સમયગાળામાં 3.21 ટકાની સરખામણીએ Q1FY25માં ઘટીને 2.76 ટકા થયું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)