JSW MG મોટર ઇન્ડિયાએ અમદાવાદમાં નવી ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, 14 જૂન: JSW ગ્રુપ અને SAIC વચ્ચેના સંયુક્ત સાહસ, JSW MG મોટર ઈન્ડિયાએ અમદાવાદમાં એક નવા અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનું ઉદ્ઘાટન કર્યું છે. JSW એમજી પાસે હવે ગુજરાતમાં 34 ટચપોઇન્ટ છે.
8,850 ચોરસ ફૂટના વિસ્તારમાં નિર્મિત આ નવી 3એસ ડીલરશીપ સુવિધા (સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ), એમજી એરોમાર્ક કાર્સ શોરૂમ તેના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે 31,320 ચોરસ ફૂટની આધુનિક સેવા સુવિધા સાથે ઉપલબ્ધ છે.
JSW એમજી મોટર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર સતીન્દર સિંહ બાજવાએ જણાવ્યું કે અમે દેશના 170 શહેરોમાં 400થી વધુ ટચપોઇન્ટ સ્થાપિત કર્યા છે. અમે આ વર્ષે 100 નવા JSW MG ટચપોઇન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યાં છીએ, જે ખાસ કરીને ટિયર 3 અને ટિયર 4 શહેરો માટે હશે.
JSW MG એરોમાર્ક કાર્સના ડીલર પ્રિન્સિપલ આર્યમન ઠક્કરે જણાવ્યું કે JSW એમજીની તકનીકી રીતે અદ્યતન પ્રોડક્ટ્સ, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ગ્રાહક જરૂરિયાતોની સમજ સાથે અમે અમારા ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ.
85%ના બજાર કવરેજ સાથે, JSW એમજી સર્વિસ સેન્ટર્સ વ્યૂહાત્મક રીતે 15-કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત છે, જે 30 મિનિટની અંદર તાત્કાલિક સહાયની ખાતરી કરે છે. કંપનીનું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં 100 નવા ટચપોઇન્ટ્સ સ્થાપવાનું અને નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં 275 શહેરોમાં 500થી વધુ ટચપોઇન્ટ્સનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.
નવો શોરૂમ બ્રાન્ડની ‘ઈમોશનલ ડાયનેમિઝમ’ ફિલોસોફી હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સમકાલીન બ્રાન્ડ તત્વો અને સ્લીક કલર પેલેટને જોડે છે.
આ ડીલરશિપ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોનું પ્રદર્શન કરશે, જેમાં એમજી હેક્ટર – ભારતની પ્રથમ ઈન્ટરનેટ એસયુવી, એમજી ઝેડએસ ઈવી – ભારતની પ્રથમ પ્યોર ઇલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી, એમજી ગ્લોસ્ટર – ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ એસયુવી, એસ્ટોર – પર્સનલ એઆઇ આસિસ્ટન્ટ અને ઓટોનોમસ (લેવલ 2) ટેક્નોલોજી ધરાવતી ભારતની પ્રથમ એસયુવી અને એમજી કોમેટ – ધ સ્માર્ટ ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)