માર્કેટ લેન્સઃ નિફ્ટી ઓલટાઇમ હાઇ, વોલ્યૂમ્સ- વોલેટિલિટી ડાઉન, પ્રોફીટબુકિંગ અપ, નિફ્ટી માટે સપોર્ટ 24968- 24884, રેઝિસ્ટન્સ 25133- 25214
અમદાવાદ, 29 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટીએ ઐતિહાસિક ટોચ નોંધાવવા સાથે સેન્સેક્સે 82000ની સપાટી ફરી ક્રોસ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે, ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી ડાઉન થવા સાથે પ્રોફીટ બુકિંગ અપ જઇ રહ્યા છે. એવામાં સમાચાર વહેતાં થયા છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ધીરે ધીરે ઇક્વિટીમાં એન્ટ્રી લઇ રહ્યા છે. તેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ અવઢવમાં છે કે, પ્રોફીટ બુક કરવો કે, હોલ્ડ કરવું કે નવી ખરીદી ઉપર ધ્યાન આપવું. મન્થલી એક્સપાયરીના કારણે માર્કેટમાં ગુરુવારે વોલેટિલિટી વધી શકે છે.
નીચામાં નિફ્ટી 24900ની અતિ મહત્વની સપાટી જાળવી રાખે તેવી શક્યતા સામે 25300 પોઇન્ટની સપાટી ઝડપથી કૂદાવે તેવો આશાવાદ રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવી રહ્યો છે. જોકે, આરએસઆઇ ઓવરબોટ કન્ડિશનનો ઇશારો કરી રહ્યો છે. માર્કેટમાં થોડું પુલબેક જોવા મળી શકે.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાર્મા શેરોની આગેવાની હેઠળ નિફ્ટીએ તેની અગાઉની વિક્રમી ઊંચી (25,078.30) અને 25,100ને વટાવીને 28 ઓગસ્ટના રોજ ભારતીય સૂચકાંકો ઊંચા સ્તરે બંધ થયા હતા.
બુધવારે સેન્સેક્સ 73.80 પોઈન્ટ અથવા 0.09 ટકા વધીને 81,785.56 પર અને નિફ્ટી 34.50 પોઈન્ટ અથવા 0.14 ટકા વધીને 25,052.30 પર હતો. ગુરુવારે સવારે GIFT નિફ્ટી નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,002.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) 28 ઓગસ્ટના રોજ ચોખ્ખા વેચાણકર્તા બન્યા. તેઓએ રૂ. 1,347 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 439 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
નિફ્ટીઃ સપોર્ટ 24968- 24884, રેઝિસ્ટન્સ 25133- 25214
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51031- 50919, રેઝિસ્ટન્સ 51259- 51373
સેક્ટર્સ ટૂ વોચઃ આઇટી- ટેકનોલોજી, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે, ઓઇલ- એનર્જી- ગ્રીન એનર્જી
STOCKS TO WATCH: NBCC, RVNL, TATAELEXI, HUDCO, AFCOM, IFCI, JIOFIN, ZEEL, RBLBNK, INFY, ASIANPAINT, MAHINDRA, POWERGRID
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)