માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24915- 24789, રેઝિસ્ટન્સ 251489- 25257
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ મંગળવારે 25150 પોઇન્ટના હાયર રેઝિસ્ટન્સ લેવલથી પુલબેક દર્શાવ્યું છે. અને 25000ની નિર્ણાયક સપાટી નજીક બંધ આપ્યું છે. નીચામાં 24900 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તરીકે અને ઉપરમાં 25300 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. 24900 નીચે હેવી પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે. આરએસઆઇ પણ વીકલી રેન્જ ઉપર રેઝિસ્ટન્સ જુએ છે. તે જોતાં શરૂઆતી તબક્કામાં બજારમાં નરમાઇ જોવા મળી શકે તેવું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે.
મંગળવારે નિફ્ટીએ 25,041 પર સકારાત્મક નોંધ પર બંધ થવા સાથે, મજબૂત ખરીદીનો રસ દર્શાવ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડેઇલી ચાર્ટ પર એક સ્મોલ પોઝિટિવ કેન્ડલ રચાઇ છે, જેમાં સ્મોલ અપર અને લોઅર શેડો છે. ટેકનિકલી આ પેટર્ન ડોજી-પ્રકારની કેન્ડલસ્ટીકની રચના સૂચવે છે, સામાન્ય રીતે, રેઝિસ્ટન્સ પર ડોજી પેટર્ન બુલ્સ માટે સાવચેતીનો સંકેત આપે છે. નિફ્ટી માટે ટૂંકા ગાળાનો ટ્રેન્ડ ઉપરની તરફ પલટાયો હોવાનું જણાય છે, અને ઇન્ડેક્સ હવે 25,200 ના નિર્ણાયક રેઝિસ્ટન્સ લેવલની નજીક સ્થિત છે. આ રેઝિસ્ટન્સની ઉપર નિર્ણાયક ચાલ નવા ઓલ-ટાઇમ હાઈ તરફ વધુ લાભ માટે માર્ગ મોકળો કરી શકે છે. તાત્કાલિક સપોર્ટ 24,900 પર છે. GIFT નિફ્ટી નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળી શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,075 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
FII\DII: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ તેમની ખરીદી લંબાવી હતી અને 10 સપ્ટેમ્બરે રૂ. 2208 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 275 કરોડની ઇક્વિટી વેચી હતી.
NIFTY: સપોર્ટ 24915- 24789, રેઝિસ્ટન્સ 251489- 25257
BANK NIFTY: સપોર્ટ 51032- 50791, રેઝિસ્ટન્સ 51439- 51607
SECTORS TO WATCH: PAINTS, NBFC, AVIATION, OIL, ENERGY, GREENENERGY, RAILWAY, DEFENCE
BROKERS CHOICE: TATAMOTORS, GRASIM, AXISBANK, PAYTM, TATAPOWER, ZOMATO, JIOFINANCE, RAJOOENG, SPICDEJET, RIL
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)