MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25237- 25193, રેઝિસ્ટન્સ 25322- 25365
અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ મંગળવારના રોજ સોમવારના બંધની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું હતું. જેમાં 25300નું રેઝિસ્ટન્સ આવતાં જ પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. જેમાં નિફ્ટીએ નીચામાં 24950- 25000 પોઇન્ટની રેન્જમાં રમવાનું પસંદ કર્યું હતું. નીચામાં હવે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 24600 પોઇન્ટ રહેશે જો તે નીચામાં 25000ની સાયકોલોજિકલ સપાટી તોડે તો તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે.
આરએસઆઇ ઓવરસોલ્ડ પોઝિશનમાં છે અને સળંગ 13 દિવસની તેજીનાં અંતે સટ્ટોડિયાઓ જોરમાં પરંતુ રોકાણકારો નફાના ભારથી વેચવાલી તરફ ઝૂકે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આજે લિસ્ટેડ થઇ રહેલા શેર્સ ઉપર પણ વોચ રાખવાની બજાર નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. તે ઉપરાંત ભરવા માટે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓ ઉપર પણ વોચ રાખવા ભલામણ કરાઇ રહી છે.
નિફ્ટીઃ સપોર્ટ 25237- 25193, રેઝિસ્ટન્સ 25322- 25365
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51369- 51050, રેઝિસ્ટન્સ 51879- 52070
સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ ફાઇનાન્સિયલ- બેન્કિંગ, ડિફેન્સ, સિલેક્ટિવ રેલવે, આઇટી, ટેકનોલોજી, ઓઇલ, એનર્જી, ગ્રીન એનર્જી
STOCKS TO WATCH: BEL, TCHEM, ITC, MAZDOCK, JIOFINA, ZOMATO, RIL, GARGFUR, HFCL
સેન્સેક્સ અને નિફ્ટી 4 સપ્ટેમ્બરે ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે, જે આજે સવારે થોડા સમય પહેલા 25,172.5 ની નજીકના GIFT નિફ્ટી ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. રેન્જબાઉન્ડ ટ્રેડિંગ સેશનમાં બંધ સમયે, સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01 ટકા ઘટીને 82,555.44 પર અને નિફ્ટી 1.10 પોઈન્ટ વધીને 25,279.80 પર હતો. GIFT નિફ્ટી નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની શરૂઆતની ગેપ-ડાઉનનો સંકેત આપે છે. નિફ્ટી ફ્યુચર 25,172.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 3 સપ્ટેમ્બરના રોજ સતત ચોથા સત્રમાં તેમની ખરીદી ચાલુ રાખી હતી. તેઓએ રૂ. 1029 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ તેમનો ટેકો આપ્યો હતો અને રૂ. 1986 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)