મુંબઈ, 8 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 માર્ચ થી 6 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 40,00,176 સોદાઓમાં કુલ રૂ.2,95,784.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,498.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,04,060.85 કરોડનો હતો.

સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,910ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,181 અને નીચામાં રૂ.59,240ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.616 વધી રૂ.60,511ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.673 વધી રૂ.48,074 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.5,952ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.679 વધી રૂ.60,276ના સ્તરે પહોંચ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,34,044 સોદાઓમાં રૂ.58,562.55 કરોડનાં કામકાજ થયાં હતાં.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,175 અને નીચામાં રૂ.71,437ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,796 વધી રૂ.74,570ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,810 વધી રૂ.74,475 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,776 વધી રૂ.74,452 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.91,499 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,04,060 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં તાંબુ એપ્રિલ વાયદો રૂ.779.05ના ભાવે ખૂલી, રૂ.8.45 ઘટી રૂ.771.10 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2 ઘટી રૂ.206.55 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.11.15 ઘટી રૂ.247ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.206.65 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.180.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.10.95 ઘટી રૂ.247.50 બંધ થયો હતો. એમસીએક્સ ખાતે 76,584 સોદાઓમાં રૂ.9,582.03 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલ પણ બેરલદીઠ રૂ.500 વધ્યુઃ નેચરલ ગેસ ઢીલુ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,108ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,717 અને નીચામાં રૂ.6,078ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.500 વધી રૂ.6,593 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.496 વધી રૂ.6,593 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.6 ઘટી રૂ.169.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.2 ઘટી 169.7 બંધ થયો હતો. એમસીએક્સ પર 6,20,599 સોદાઓમાં રૂ.23,236.25 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.1,240નો ઉછાળો, મેન્થા તેલમાં નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,565ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,565 અને નીચામાં રૂ.1,565ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.10 ઘટી રૂ.1,565 થયો હતો. કોટન ખાંડી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,520 અને નીચામાં રૂ.61,720ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,240 વધી રૂ.63,400ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.50 ઘટી રૂ.992 બોલાયો હતો. એમસીએક્સ ખાતે રૂ.117.84 કરોડનાં કામકાજ થયા હતા.

બુલડેક્સ વાયદામાંરૂ.225 કરોડનાં કામકાજ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.23,056.54 કરોડનાં 38,249.942 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.35,506.01 કરોડનાં 4,829.640 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,654.65 કરોડનાં 1,79,00,680 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.11,581.60 કરોડનાં 65,16,74,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,280.33 કરોડનાં 61,446 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.391.41 કરોડનાં 21,556 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,529.93 કરોડનાં 71,625 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,380.36 કરોડનાં 94,216 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.103.75 કરોડનાં 16,416 ખાંડી તથા મેન્થા તેલ વાયદામાં રૂ.14.06 કરોડનાં 140.76 ટનનાં કામકાજ થયાં હતાં.