MCX WEEKLY REVIEW: કોટન-ખાંડી વાયદો 21,120 ખાંડીના વોલ્યુમ સાથે રૂ.1,640 ઘટ્યો
મુંબઈ, 2 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,94,618 સોદાઓમાં રૂ.56,768.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,136ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,740 અને નીચામાં રૂ.57,651ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.182 ઘટી રૂ.58,014ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.631 ઘટી રૂ.47,074 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.5,803ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.566 ઘટી રૂ.57,578ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 23થી 29 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 52,45,303 સોદાઓમાં કુલ રૂ.3,98,873.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.94,763.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,03,857.64 કરોડનો હતો.
સોનાનો વાયદો રૂ.182 નરમ, ચાંદીમાં મિશ્ર વલણ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.67,784ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,852 અને નીચામાં રૂ.67,515ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.119 ઘટી રૂ.68,189ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.204 વધી રૂ.68,664 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.153 વધી રૂ.68,595 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં રૂ.33ની વૃદ્ધિ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX પર 7,37,465 સોદાઓમાં રૂ.27,820.1 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,678ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,809 અને નીચામાં રૂ.5,529ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.33 વધી રૂ.5,738 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.30 વધી રૂ.5,742 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.221ના ભાવે ખૂલી, રૂ.2.70 વધી રૂ.224.30 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.9 વધી 224.5 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે સપ્તાહ દરમિયાન રૂ.158.38 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,480ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,200 અને નીચામાં રૂ.53,860ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,640 ઘટી રૂ.54,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.20 વધી રૂ.890.00 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.253 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે 98,173 સોદાઓમાં રૂ.10,015.7 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.724.55ના ભાવે ખૂલી, રૂ.25.10 ઘટી રૂ.701.75 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.4.40 ઘટી રૂ.195.25 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.10 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.6.15 ઘટી રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.4.10 ઘટી રૂ.195.80 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.181.95 જસત-મિની જૂન વાયદો રૂ.4.20 ઘટી રૂ.211.85 બંધ થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.94,763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.303857 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.20,993.59 કરોડનાં 36,039.679 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.35,775.28 કરોડનાં 5,143.377 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,036.12 કરોડનાં 23,005,590 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,783.98 કરોડનાં 653,367,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,524.07 કરોડનાં 77,217 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.392.66 કરોડનાં 21,575 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,335.88 કરોડનાં 74,483 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,763.09 કરોડનાં 129,656 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.117.74 કરોડનાં 21,120 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.40.64 કરોડનાં 449.64 ટનનાં કામકાજ થયાં હતાં.