રોકિંગડીલ્સનો SME IPO 22નવેમ્બરે, પ્રાઇસ બેન્ડ રૂ.136-140
ફરિદાબાદ, 20 નવેમ્બર: કન્ઝ્યુમર રિટેઇલ ક્ષેત્રે અનબોક્સ્ડ, સર્ટિફાઇડ રિફર્બિશ્ડ અને વધારાની ઇન્વેન્ટરી પ્રોડક્ટ્સ માટે ભારતના સમર્પિત બી2બી સોર્સિંગ પ્લેટફોર્મ રોકિંગડીલ્સ સર્ક્યુલર ઇકોનોમી લિમિટેડ (RDCEL)એ જાહેર કર્યું હતું કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) બુધવાર, 22 નવેમ્બર, 2023ના રોજ ખૂલશે. એન્કર પોર્શન મંગળવાર, 21 નવેમ્બર, 2023ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ શુક્રવાર, 24 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂ દ્વારા અંદાજે રૂ. 21 કરોડ એકત્રિત કરવા સાથે NSE ઇમર્જ ઉપર લિસ્ટેડ થવાની આશા રાખે છે. પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રૂ. 136-140 નિર્ધારિત કરાયો છે.
IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 15 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.
ઇશ્યૂનો હેતુઃ RDCEL ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, બ્રાન્ડ પોઝિશનિંગ, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
લીડ મેનેજર્સઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ | કંપનીની નાણાકીય કામગીરી |
RDCEL એ રોકિંગડીલ્સ ગ્રૂપનો હિસ્સો છે, જેની સ્થાપના યુવરાજ અમન સિંઘ દ્વારા કરાઇ હતી. RDCEL તેના બી2બી ગ્રાહકોને 18થી વધુ શ્રેણીમાં સર્ટિફાઇડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે, જેમાં રોકિંગડીલ્સની રિટેઇલ કંપની પણ સામેલ છે. RDCEL પાસે રોકિંગડીલ્સ અને ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા આશરે 70,000 ચોરસફૂટથી વધુ રિટેઇલને સેવા પ્રદાન કરવા સપ્લાય ઉપલબ્ધ છે. બી2બી ક્લાયન્ટ્સ દ્વારા 10 મિલિયનથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. કંપની ફરિદાબાદમાં 30,000 ચોરસફૂટની વેરહાઉસિંગ સુવિધા ધરાવે છે. | ફરિદાબાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની સોર્સિંગ, ગ્રેડિંગ અને વિવિધ કેટેગરીમાં પ્રોડક્ટ પ્રાઇઝિંગમાં બહોળો અનુભવ સાથે 20થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપનીની નાણાકીય વર્ષ 2023માં કુલ આવકો રૂ. 15.01 કરોડ નોંધાઇ છે, જ્યારે કે ઇબીઆઇટીડીએ અને પીએટી અનુક્રમે રૂ. 2.73 કરોડ અને રૂ. 1.54 કરોડ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 9.58 કરોડની કુલ આવક, રૂ. 1.87 કરોડ ઇબીઆઇટીડીએ અને રૂ. 1.25 કરોડનો પીએટી નોંધાવ્યો છે. |
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)