નવી દિલ્હી, 8 માર્ચછ વિવાદો વચ્ચે અદાણી જૂથે વિવિધ આંતરરાષ્ટ્રીય બેન્કો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને રૂ. 7,374 કરોડ ($901.6 મિલિયન) શેર-બેક્ડ ધિરાણની પૂર્વ ચુકવણી કરી છે. અદાણી ગ્રૂપે આ પગલું ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરના આધારે લેવામાં આવેલી કુલ લોનને ઘટાડવાના ભાગરૂપે લીધું છે. અદાણી જૂથ રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે વધુને વધુ રોડ શો યોજવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ અદાણી ગ્રુપે યુએસ સ્થિત GQG પાર્ટનર્સ પાસેથી રૂ. 15,446 કરોડ એકત્ર કર્યા હતા. GQG પાર્ટનર્સે એવા સમયે અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કર્યું હતું. અદાણી ગ્રુપ મંગળવારથી લંડન, દુબઈ અને અમેરિકાના ઘણા શહેરોમાં રોડ શો કરશે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ 3.1 કરોડ એટલે કે 4 ટકા શેર રિલીઝ કરશે. અદાણી પોર્ટ્સની પ્રમોટર કંપની 15.5 કરોડ શેર અથવા 11.8 ટકા હિસ્સો છોડશે. અદાણી ગ્રીન એનર્જીના પ્રમોટર્સ 1.2 ટકા હિસ્સો છોડશે જ્યારે અદાણી ટ્રાન્સમિશનના પ્રમોટરો 4.5 ટકા હિસ્સો છોડશે. ગ્રૂપે ફેબ્રુઆરીમાં $1.11 અબજના પ્રિ-પેમેન્ટ કર્યા હતા. મંગળવારના પૂર્વચુકવણી સાથે, જૂથે અત્યાર સુધીમાં શેર આધારિત ધિરાણમાં $2.02 અબજની પૂર્વ ચુકવણીઓ કરી છે.