અમદાવાદ, 9 માર્ચઃ લગભગ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. ક્રિપ્ટો ટોકન્સ 98 ટકા સુધી તૂટ્યા છે. જેમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, ક્રિપ્ટો કંપનીઓ નાદાર થઈ છે. વધુ એક નાદારી નોંધાવા જઈ રહેલા ક્રિપ્ટો બેન્ક સિલ્વરગેટના શેરોમાં સટ્ટાખોરોનું પ્રમાણ વધ્યુ છે. સટ્ટાખોરોએ 78 કરોડ ડોલરની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે. S3 Partnersના રિપોર્ટ મુજબ, સિલ્વરગેટની સધ્ધરતા વિશેના પ્રશ્નો વચ્ચે ગયા અઠવાડિયે સટ્ટાખોરોએ 19 કરોડ ડોલરથી વધુનો નફો મેળવ્યો હતો. ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા થોડા સમયથી વૃદ્ધિ અને બેન્કની કટોકટી વચ્ચે સિલ્વરગેટ સ્ટોકમાં વધારો થયો હતો. જેમાં સિલ્વરગેટનો 85 ટકા ફ્લોટ વેચાઈ ગયો હતો. શોર્ટ સેલર્સ વધતા ધિરાણ ખર્ચ અને પ્લેજ માટે ઉપલબ્ધ શેરોની સંખ્યામાં ઘટાડો થવાનો લાભ ઉઠાવી રહ્યા છે.

અમેરિકી રેગ્યુલેટર્સે બેન્કના હેડક્વાર્ટર્સ પર દરોડા પાડી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. વોલ સ્ટ્રીટના એનાલિસ્ટે બેન્કના ક્રિપ્ટો પેમેન્ટ્સ નેટવર્ક બંધ કરાતા સ્ટોકના રેટિંગ ઘટાડ્યા હતા. રોકાણકારો સિલ્વરગેટ વિરૂદ્ધ સટ્ટો રમી કમાણી કરી રહ્યા છે. સિલ્વરગેટ સહિતના ક્રિપ્ટોકરન્સી-સંબંધિત શેરો, ટોકનના 2021 દરમિયાન બિટકોઇનના ભાવમાં વધારો થતાં સમૃદ્ધ થયા હતા. ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સના પતનથી નવેમ્બરથી મંદી શરૂ થઈ હતી. જાન્યુઆરીમાં સિલ્વરગેટે મોટાપાયે ખોટ દર્શાવતા તેમજ છટણી પ્રક્રિયા હાથ ધરતાં શેરોના ભાવ તૂટ્યા હતા.

ટોપ-10 ક્રિપ્ટો કરન્સીની સ્થિતિ

ક્રિપ્ટોભાવતફાવત
Bitcoin$21,643.321.90%
Ethereum$1,532.791.55%
Tether$0.99990.01%
BNB$289.130.45%
USD Coin$1.000.00%
XRP$0.39331.24%
Cardano$0.31671.88%
Dogecoin$0.07162.57%
Polygon$1.056.03%
Binance USD$1.000.01%