માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23985- 23829, રેઝિસ્ટન્સ 24317- 24493
સ્ટોક્સ ટૂ વોચઃ PAYTM, ZOMATO, TITAN, APOLLOHOSPI, IOC, RELIANCE, JIOFINANCE, TCS, INFY, WIPRO, BSE, CDSL
અમદાવાદ, 12 નવેમ્બરઃ નિફ્ટીની રેન્જ 24000- 24400 પોઇન્ટની વચ્ચે ફસાયેલી રહી છે. છેલ્લા કેટલાંક દિવસોથી વોલેટિલિટી, વોલ્યૂમ્સ ઉપર અસર જોવા મળી રહી છે. 24000- 24400 પૈકી નિફ્ટી હવે કોઇપણ એક તરફ ટર્ન લે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે હમણાં સ્ટોપલોસ, સ્ટોક સ્પેસિફિકની સાથે સાથે થોભો અને રાહ જુઓની નિતિ અપનાવવી હિતાવહ રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે. 24500 ક્રોસ થાય તો નિફ્ટી 20 દિવસીય એસએમએ બ્રેકઆઉટને કન્ફ્રમ કરશે અને માર્કેટ ફરી સુધારા તરફી બની શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે.આરએસઆઇ પણ તેની એવરેજ લાઇન ક્રોસઓવર નજીક ટ્રેન્ડ દર્શાવે છે.
નિફ્ટીઃ સપોર્ટ 23985- 23829, રેઝિસ્ટન્સ 24317- 24493
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51388- 50899, રેઝિસ્ટન્સ 52272- 52666
સેક્ટર્સ ટૂ વોચઃ ઓઇલ, એનર્જી, આઇટી, હેલ્થકેર, ફાર્મા, સિલેક્ટિવ રેલવે, ડિફેન્સ
નિફ્ટી એ 11 નવેમ્બરના રોજ 200 પોઇન્ટની રેન્જમાં રમવા સાથે નેગેટિવ ચોન સાથે ફ્લેટ બંધ આપ્યું હતું. 24,270 પર 10-દિવસના EMA (એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ) ઉપર ચઢ્યો હતો પરંતુ ઊંચા સ્તરે વેચાણના દબાણને કારણે સુધારો જાળવી રાખવામાં નિષ્ફળ ગયો હતો. તેથી, 24,300 ઇન્ડેક્સ માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા છે, ત્યારબાદ 24,500, જે એક નિર્ણાયક રેઝિસ્ટન્સ છે તેવું નિષ્ણાતોએ જણાવે છે. જો કે નિફ્ટી 24,000નો સપોર્ટ જાળવી રાખે છે કે, કેમ તે જોવાનું રહેશે. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર 23,800ને આગામી કી સપોર્ટ લેવલ તરીકે જોવામાં આવે છે. તેથી, ટ્રેડિંગ રેન્જ 23,800 અને 24,500 ની વચ્ચે રહે તેવી શક્યતા છે.
સોમવારે અત્યંત અસ્થિર સત્રમાં, સેન્સેક્સ 9.83 પોઇન્ટ અથવા 0.01 ટકા વધીને 79,496.15 પર હતો અને નિફ્ટી 6.90 પોઇન્ટ અથવા 0.03 ટકા ઘટીને 24,141.30 પર હતો. GIFT નિફ્ટી ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની મ્યૂટ શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 24,224.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 11 નવેમ્બરે તેમનું વેચાણ લંબાવ્યું કારણ કે તેઓએ રૂ. 2,306 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,026 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
India VIX: અન્ય સત્ર માટે વોલેટિલિટી ઘટી અને સતત ચોથા સત્ર માટે બંધના ધોરણે 15 માર્કની નીચે રહી. ઇન્ડિયા VIX 14.47 ના પાછલા સ્તરથી 1.38 ટકા ઘટીને 14.27 પર બંધ થયો. જો તે 14 માર્કથી નીચે આવે છે અને ટકાવી રાખે છે, તો બુલ્સ પોતાને વધુ આરામદાયક ઝોનમાં શોધી શકે છે.
F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: આરતી ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન કોપર, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, મણપ્પુરમ ફાઇનાન્સ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)