તેજીથી થનગનતાં બજારોને મજબૂત ફંડામેન્ટલ્સનો ટેકો: ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ
અમદાવાદ, 22 ઓગસ્ટઃ ભારત અનેક વર્ષોના વિકાસના શિખર પર છે. એક વિશેષ મુલાકાત દરમિયાન ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને જણાવ્યું હતું કે ભારતીય શેરબજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે. આ પ્રસંગે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સેલ્સ એન્ડ પ્રોડક્ટ્સના હેડ તથા ડિરેક્ટર નિમેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ASK રાજ્યના વધી રહેલા રિટેલ ઇન્વેસ્ટર્સ બેઝનો લાભ લેવા માંગે છે જે બીએસઈના ડેટા મુજબ કુલ રિટેલ ઇન્વેસ્ટર્સના માત્ર 10 ટકાથી પણ ઓછો છે. 2.96 ટકાની મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એયુએમની બાબતે અમદાવાદ દેશમાં સાતમા ક્રમનું સૌથી મોટું બજાર હોવાનો અંદાજ છે. એએમએફઆઈના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં અમદાવાદની મ્યુચ્યુઅલ ફંડ એયુએમ 16 ટકાના સીએજીઆરથી વધીને રૂ. 1.81 લાખ કરોડે પહોંચી છે.
ASKની અમદાવાદમાં કુલ એયુએમ આ જ ગાળામાં 18 ટકાના સીએજીઆરથી ઝડપથી વધીને રૂ. 1,113 કરોડ થઈ છે. | ASKની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (PMS) AUMમાં અમદાવાદનો હિસ્સો પાંચ વર્ષમાં 3.43 ટકાથી વધી 4.19 ટકા થયો. |
નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ માટે અમદાવાદ એ ફોકસ માર્કેટ છે. અમે છેલ્લા પાંચ વર્ષમાં અમારી એયુએમમાં સતત વધારો જોયો છે અને અહીં સમજદાર રોકાણકાર વર્ગ સાથે વધુ આગળ વધવા માટે અમે તત્પર છીએ. ગુજરાતીઓ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની બહોળી સૂઝ ધરાવે છે તે સૌ કોઈ જાણે છે અને તે રાજ્યમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ (યુએચએનઆઈ) અને હાઇ નેટવર્થ (એચએનઆઈ) એવા લોકો તથા પરિવારોની વધી રહેલી સંખ્યા પરથી પણ જણાઈ આવે છે.
ભારતીય બજારોની અસ્થિરતા વૈશ્વિક બજારોની સરખામણીમાં સ્થિતિસ્થાપક
ભારતીય બજારોમાં કથિત અસ્થિરતા અંગે ટિપ્પણી કરતા સુમિત જૈને જણાવ્યું હતું કે ભારતમાં હાલના તબક્કે અસ્થિરતા અલગ છે. અગાઉ અસ્થિરતાના સમયમાં કરન્સી પણ ઘટતી હતી. આ વખતે તે એકંદરે સ્થિતિસ્થાપક રહી છે. અમે કરન્સી અને ઇક્વિટી બંનેમાં એકંદરે ઓછી અસ્થિરતા જોઈ રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “હાલના અર્નિંગ મલ્ટીપલ્સ તથા વેલ્યુએશન્સ વધુ સારા માર્જિન તથા વધુ સારી મૂડી કાર્યક્ષમતા દ્વારા સમર્થિત છે. હિસ્સેદારોની બેલેન્સ શીટ્સ ભૂતકાળ કરતાં ઘણી સારી છે એટલે ભૂતકાળ સાથેની સરખામણી યોગ્ય ન હોઈ શકે.”
ઇન્વેસ્ટમેન્ટની ફિલોસોફી તરીકે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડ લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોકાણો સેક્યુલર તકો ધરાવતા બિઝનેસીસ પર કેન્દ્રિત છે અને અમલીકરણની ક્ષમતા ધરાવતા મેનેજમેન્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ડિફેન્સ, એનર્જી ટ્રાન્ઝિશન, વિવેકાધીન વપરાશ વગેરેમાં રહેલા સ્થાનિક-લક્ષી વ્યવસાયો બહુવર્ષીય વૃદ્ધિની તકો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)