Sumitomo યસ બેન્કમાં SBI સહિત 8 બેન્કોનો 20 ટકા હિસ્સો રૂ. 13,483 કરોડમાં ખરીદશે
નવી દિલ્હી, 13 મેઃ જાપાનની Sumitomo મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (SMBC)એ યસ બેન્કમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે SBI સહિતની બેન્કો સાથે કરાર કર્યા છે. SBI પાસેથી તે 13.19 ટકા અને અન્ય બેન્કો પાસેથી 6.81 ટકા હિસ્સો ખરીદશે. શેરદીઠ રૂ.21.5ના ભાવથી તે આ કુલ 20 ટકા હિસ્સો રૂ.13,483 કરોડમાં ખરીદશે. યસ બેન્કે કહ્યું હતું કે અન્ય કોઈ દેશની બેન્ક દ્વારા કરાનારું આ સૌથી મોટુ રોકાણ છે. Sumitomo મિત્સુઈ ફાઈનાન્શિયલ ગ્રુપ જાપાનની બીજા ક્રમની સૌથી મોટી બેન્ક છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી હતી કે તેના બોર્ડે યસ બેન્કમાં 13.19 ટકા હિસ્સો જાપાનની Sumitomo મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (SMBC)ને રૂ.8889 કરોડમાં વેચી દેવાની મંજૂરી આપી દીધી છે. SBIએ કહ્યું હતું કે તેના સેન્ટ્રલ બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટી (ECCB)એ યસ બેન્કના 413.44 કરોડ ઈક્વિટી શેર (13.19 ટકા) રૂ.8889 કરોડમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. શેરદીઠ રૂ.21.50ના ભાવથી તે આ હિસ્સો વેચશે. અન્ય બેન્કોમાં એક્સિસ બેન્ક, બંધન બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક તેમની પાસેનો કુલ 6.81 ટકા હિસ્સો રૂ.4594 કરોડમાં વેચશે. SBI સહિત આઠ બેન્કોએ માર્ચ 2020માં યસ બેન્કની રિસ્ટ્રક્ચરિંગ યોજના હેઠળ તેમાં રોકાણ કર્યું હતું. આ ઉપરાંત એલઆઈસી પણ યસ બેન્કમાં 3.98 ટકા હિસ્સો ધરાવે છે. આ ટ્રાન્ઝેક્શન યસ બેન્કના ગ્રોથ, નફાકારકતા, અને વેલ્યૂ ક્રિએશન માટે હવે પછીના તબક્કા માટે ખૂબ જ મહત્વનું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
