અમદાવાદ, 30 જૂનઃ 30 જૂનથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 19 આઇપીઓના લિસ્ટિંગ સાથે 7 આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યા છે. જેમાં 1 મેઈનબોર્ડ ઓફરિંગ સહિત 7 નવા IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

મેઈનબોર્ડ સેગમેન્ટમાં ક્રિઝાક એકમાત્ર કંપની છે જે રૂ. 860 કરોડનો IPO લોન્ચ કરી રહી છે, જે 2-4 જુલાઈ દરમિયાન રૂ.233-245 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે ખુલશે, જ્યારે ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ 30 જૂને તેની રૂ. 200 કરોડની ઓફર બંધ કરશે.

આ અઠવાડિયે 6 કંપનીઓ તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ ખોલશે ત્યારે SME સેગમેન્ટમાં ભારે ધમધમાટ જોવા મળશે. તેમાંથી, 5 કંપનીઓમાં સિલ્કી ઓવરસીઝ, પુષ્પા જ્વેલર્સ, સીદાર ટેક્સટાઇલ, માર્ક લોયર ફેશન્સ અને વંદન ફૂડ્સ – આજે, 30 જૂનના રોજ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશી રહ્યા છે અને અગાઉ ખૂલેલા આઇપીઓ 2 જુલાઈના રોજ બંધ થશે.

સિલ્કી ઓવરસીઝ IPO દ્વારા રૂ. 30.68 કરોડ, પુષ્પા જ્વેલર્સ રૂ. 98.65 કરોડ, સીદાર ટેક્સટાઇલ રૂ. 60.90 કરોડ, માર્ક લોયર ફેશન્સ રૂ. 21 કરોડ અને વંદન ફૂડ્સ રૂ. 30.36 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. ક્રાયોજેનિક OGS SME સેગમેન્ટમાં આ અઠવાડિયાનો છેલ્લો IPO હશે, જે 3-7 જુલાઈ દરમિયાન ખુલશે. તે રૂ. 17.77 કરોડ એકત્ર કરી રહી છે અને તેના IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 44-47 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. વધુમાં, PRO FX Tech, Ace Alpha Tech, Valencia India, અને Moving Media Entertainment તેમના IPO 30 જૂને બંધ કરશે, ત્યારબાદ Adcounty Media India અને Neetu Yoshi 1 જુલાઈએ બંધ થવાના છે.

મેઇનબોર્ડમાં 6 સહિત 19 આઇપીઓની થશે સેકન્ડરી માર્કેટમાં એન્ટ્રી

આ સપ્તાહે મેઇનબોર્ડમાંથી એકી સાથે 6 આઇપીઓ સેકન્ડરી માર્કેટમાં એન્ટર થઇ રહ્યા છે. જેમાં કલ્પતરુ, Ellenbarrie Industrial Gases અને Globe Civil Projects 1 જુલાઈએ શેરબજારમાં ડેબ્યૂ કરશે, તેમના IPO અનુક્રમે 2.26 ગણા, 22.19 ગણા અને 86.04 ગણા સબ્સ્ક્રાઇબ થયા હતા. HDB Financial Services અને Sambhv Steel Tubesના IPO લગભગ 17 ગણા અને 28.5 ગણા સબ્સ્ક્રિપ્શન થયા હતા અને તેઓ 2 જુલાઈએ લિસ્ટિંગ માટે સુનિશ્ચિત થયા છે. Indogulf Cropsciencesના શેર પણ 3 જુલાઈએ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. છેલ્લા બે દિવસમાં આ ઇશ્યૂ 93 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.

એસએમઇ સેગ્મેન્ટમાં અધધધ…. 13 આઇપીઓનું થશે લિસ્ટિંગ

SME સેગમેન્ટમાં આ સપ્તાહે ૧૩ લિસ્ટિંગનું થવા જઇ રહ્યું છે. જેમાં AJC જ્વેલ મેન્યુફેક્ચરર્સ, શ્રી હરે-કૃષ્ણ સ્પોન્જ આયર્ન, આઇકોન ફેસિલિટેટર્સ અને અબ્રામ ફૂડ ૧ જુલાઈએ પોતાનું ડેબ્યૂ કરશે. સુપરટેક EV, સનટેક ઇન્ફ્રા સોલ્યુશન્સ અને રામા ટેલિકોમના શેર ૨ જુલાઈએ લિસ્ટ થશે, PRO FX ટેક, Ace Alpha Tech, Valencia India અને Moving Media Entertainment ૩ જુલાઈએ આવશે. Adcounty Media India અને Neetu Yoshi આ અઠવાડિયે ૪ જુલાઈએ લિસ્ટિંગ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)