25,100–25,200 તરફ આગળ વધવા માટે NIFTYને 25,000 ક્રોસ કરવાની જરૂર છે, જ્યારે 24,700 સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી શક્યતા છે. બેંક NIFTY માટે, 56,000 એક મુખ્ય ઝોન છે. તેની નીચે, 55,400–55,150 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જ્યારે 56,000 ક્રોસ થવાથી 56,100–56,800નો દરવાજો ખુલી શકે છે.

અમદાવાદ, 18 જૂનઃ દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી તેમજ સેટલમેન્ટ ડે બદલાવાના કારણે માર્કેટમાં અવઢવની સ્થિતિ વચ્ચે NIFTYએ સુધારો ધોવા સાથે 24800 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે. આગલાં દિવસની ઇન્સાઇડ કેન્ડલની રેન્જમાં બંધ આપવા માટે NIFTY માટે 24500- 25200ની રેન્જ ટેકનિકલ નિષ્ણાતો મૂકી રહ્યા છે. ઉપરમાં 25200 ક્રોસ થવી જરૂરી છે. જે 25700 સુધીના સુધારાનો માર્ગ ખોલી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ લોઅર રેન્જથી ઝડપી ઉછળ્યો છે અને સુધારાની શક્યતા વધી છે.

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે NIFTY 50 અને બેંક NIFTYએ 17 જૂનના રોજ પાછલા દિવસના સુધારાઓને ભૂંસી નાખ્યા હતા, જેના કારણે ડેઇલી ચાર્ટ પર બેરિશ કેન્ડલસ્ટીકની રચના બની હતી. NIFTY 20-દિવસના EMA (24,800)ને બચાવવામાં સફળ રહ્યો હોવાથી નિષ્ણાતો માને છે કે મોટો ઘટાડો અસંભવિત છે, જો કે કોન્સોલિડેશન થોડા વધુ સત્રો માટે ચાલુ રહી શકે છે. 25,100–25,200 તરફ આગળ વધવા માટે NIFTYને 25,000 ક્રોસ કરવાની જરૂર છે, જ્યારે 24,700 સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી શક્યતા છે. બેંક NIFTY માટે, 56,000 એક મુખ્ય ઝોન છે. તેની નીચે, 55,400–55,150 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જ્યારે 56,000 ક્રોસ થવાથી 56,100–56,800નો દરવાજો ખુલી શકે છે.

17 જૂનના રોજ, NIFTY 24,85૩ પર બંધ રહેવા સાથે ૯3 પોઈન્ટ ઘટીને, જ્યારે બેંક NIFTY 2૩1 પોઈન્ટ ઘટીને 55,714 થયો. માર્કેટ બ્રેડ્થ નકારાત્મક હતી, એનએસઇ ખાતે 1,761 શેર ઘટવા સામે 828 શેર સુધર્યા હતા.

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો NIFTY અને સેન્સેક્સ 18 જૂનના રોજ નીચા સ્તરે ખૂલે તેવી શક્યતા છે, કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારો અવઢવ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર લશ્કરી હુમલો કરવાનું વિચારી રહ્યા છે તેવા અહેવાલો પછી અનિશ્ચિતતા વધુ ઘેરી બની, જેના કારણે ઈઝરાયલ સાથેના મડાગાંઠ વચ્ચે તેહરાન પર દબાણ વધ્યું છે.

મુખ્ય ઉર્જા માળખાગત સુવિધાઓ અથવા પુરવઠામાં કોઈ મોટો વિક્ષેપ પડ્યો ન હોવા છતાં, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ તીવ્ર બનતા ક્રૂડના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ $3.22 વધીને $76.45 પ્રતિ બેરલ પર સ્થિર થયો, જ્યારે યુએસ WTI $3.07 વધીને $74.84 પર બંધ થયો છે.

ઈન્ડિયા VIX: 15 ઝોનથી નીચે આવી ગયો, 14.4 (2.93 ટકા નીચે) બંધ થયો, જે બીજા સત્ર માટે તેના ઘટાડાને લંબાવશે. આ તેજીવાળાઓ માટે થોડી રાહતનો સંકેત આપે છે.

ફંડ ફ્લો એક્શનઃ FIIએ 17 જૂનના રોજ રૂ. 1,482 કરોડની ખરીદી કરી હતી. , જ્યારે DIIએ રૂ. 8,207 કરોડની ખરીદી કરી હતી.

Stocks in F&O ban:ABFashion, Birlasoft, CDSL, ChambalFertilisers, HUDCO, IREDA, ManappuramFinance, RBLBank, TitagarhRail

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)