અમદાવાદ, 29 ઑગસ્ટ: હીરાના દાગીનાનું ભારતવિશ્વનું બીજું સૌથી મોટું બજાર બન્યું છે ત્યારે ઉદ્યોગ અગ્રણીઓ ડી બીઅર્સ અને તનિષ્ક તેના સર્વકાલિન મૂલ્ય સાથે લોકોને જોડવા ભેગા થયા છે. વિશ્વમાં હીરાની સૌથી મોટી કંપની ડી બીઅર્સ ગૃપ અને રિટેલ બજારમાં ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ ટાટા જૂથની તનિષકે કુદરતી હીરાની જૂજતા અને કીંમતીપણા સાથે ભારતીય ગ્રાહકોને જોડવા અને ભારતીય બજારની વૃદ્ધિની તકોનો લાભ લેવા લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારીની આજે  જાહેરાત કરી છે.

વૃદ્ધિગામી અર્થતંત્ર, વધતા જતા મધ્યમ વર્ગ, તેમજ કાયમી મૂલ્યવાળા દાગીનાની ઇચ્છા ધરાવતા ગ્રાહકોના કારણે તાજેતરમાં ભારતીય ગ્રાહકોની કુદરતી હીરાના દાગીનાની માંગ વધી છે અને હવે વૈશ્વિક માંગમાં તેનો હિસ્સો  11 ટકા છે. આના પગલે કુદરતી હીરાના દાગીનાના બજાર તરીકે ચીનને પાછળ રાખીને ભારત બીજુ સૌથી મોટુ બજાર બની ગયું છે. અમેરિકા જેવા પરિપક્વ બજારની સરખામણીએ ભારતમાં હીરાના ભાવ ખાસ્સા નીચા હોવાથી ભારતમાં હીરાના દાગીના બજારને વેગ આપવાની સોનેરી તક છે.

અત્યારે તનિષ્ક ડી બીઅર્સની હીરાની અધિકૃતતાની ખાતરી કરાવતી ખાસ ટેક્નોલોજી વાપરે જ છે અને આ ભાગીદારીથી બંને વચ્ચેનો સબંધ વધારે ગાઢ  બનશે. આ ઉપરાંત ટ્રેસેબિલિટી, તનિષ્કની હીરાની માંગ પૂરી કરવા તેમજ પાઇપલાઇન એકીકરણમાં મદદરૂપ થાય તેવી ડી બીઅર્સની ખાસ ટેક્નોલોજીના વપરાશ અંગે બંને કંપનીઓ વચ્ચે વાટાઘાટ ચાલુ છે.

ટાઇટન કંપની લિમિટેડના જ્વેલરી ડિવિઝનના CEO અજોય ચાવલાએ જણાવ્યું હતું કે, “જડિત દાગીનાના ખૂબ  નીચા પ્રચલ્લન અને વિશ્વના સૌથી વધારે વસતી ધરાવતા દેશમાં વધતી માથાદીઠ આવકના કારણે  ભારતમાં હીરાની માંગ પુષ્કળ છે. હીરાના દાગીના સામાન્ય લોકો સુધી સુલભ કરાવવામાં તનિષ્કે ત્રણ દાયકાની કામગીરી સાથે પહેલ કરી છે અને હમેશા આધુનિક અને પ્રગતિશિલ મહિલાઓ તરફ લક્ષ્ય રાખ્યું છે. તનિષ્ક ડાયમન્ડ્સ કઠિનતમ માપદંડોમાં ખરા ઉતરે છે. તમામ હીરા કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કિમ (KPS) અને તનિષ્ક સપ્લાયર્સ એન્ગેજમેન્ટ પ્રોટોકોલ (TSP)ના ધારાધોરણો મુજબ પ્રાપ્ત કરવામાં આવે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)