ટાટા ન્યૂ HDFC BANK ક્રેડિટ કાર્ડ તેના કાર્ડધારકો માટે પર્ક તરીકે સ્પોટીફાય પ્રીમિયમ લઈ આવ્યું
અમદાવાદ, 16 જુલાઇઃ ટાટા ડિજિટલ એ તેના ટાટા ન્યુ એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ (ન્યૂકાર્ડ) ધારકોને એક મૂલ્યવાન ઓફર આપવા સ્પોટીફાય સાથે ભાગીદારી કરી છે. આજથી, ન્યુકાર્ડ ધારકો ચાર મહિના સુધી સ્પોટીફાય પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શનનો આનંદ માણી શકશે. જે અવરોધો વિના સંગીતની દુનિયા માણવાની મંજૂરી આપશે. આ ભાગીદારી તેના યુઝર્સ માટે એક વ્યાપક જીવનશૈલી લાઈફસ્ટાઈલ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાની ટાટા ન્યુની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
ન્યૂકાર્ડ ધારકો યુનિક કોડની મદદથી ચાર મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મેળવી શકશે. ઓફરનો લાભ લેવા માટે ન્યૂકાર્ડ ધારકોએ સ્પોટીફાયની વેબસાઈટ અથવા એપ પર ચેકઆઉટ સમયે તેમના ક્રેડિટ કાર્ડની માહિતી આપવાની રહેશે. આ કોમ્પ્લિમેન્ટરી ઓફર દરમિયાન સ્પોટીફાયનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઓટોમેટિક રિન્યુ થઈ જશે. જો યુઝરે સબ્સ્ક્રિપ્શન તે સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં બંધ કરાવ્યું હશે તો ઓટો રિન્યુનો લાભ મળશે નહીં.
ભારતમાં સ્પોટીફાય માટે આ પ્રકારની પ્રથમ ક્રેડિટ કાર્ડ પાર્ટનરશીપ છે. ન્યૂકાર્ડ ધારકો માટે સ્પોટીફાય પ્રીમિયમ મ્યુઝિક અનુભવ ડાઈનિંગ, શોપિંગ, ટ્રાવેલ અને વેલનેસ જેવા ક્ષેત્રોમાં વિવિધ લાઈફસ્ટાઈલ ઓફર્સ પૂરો પાડવાની સાથે ગ્રાહકો સાથે જોડાણને વધુ ગાઢ બનાવે છે તેમજ ડાયનેમિક ડિજિટલ, લાઈફસ્ટાઈલ સેક્ટર્સમાં ગ્રાહકો માટે એકંદરે મૂલ્યો પ્રદાન કરે છે.
માન્ય ન્યૂકાર્ડ ધારણો ઈમેઈલ અને એસએમએસ મારફત તેમનું કોમ્પ્લિમેન્ટરી સ્પોટીફાય પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માટે રિડમ્પશન સૂચનો મેળવી શકશે. ટાટા ન્યૂ એપ તથા વેબસાઈટ પર ઓફર સેક્શનમાંથી આ અંગે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. જે યુઝરને વિવિધ લાભો પ્રદાન કરતાં માર્ગદર્શન આપશે.
ટાટા ડિજિટલ પ્રા. લિમિટેડ (TDPL) એક કો-બ્રાન્ડિંગ ભાગીદાર છે. તેઓને એચડીએફસી બેન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ “ટાટા ન્યૂ એચડીએફસી ક્રેડિટ કાર્ડ” ઓફર આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ જારી કરવાનું કામકાજ સંપૂર્ણપણે એચડીએફસી બેન્ક પર આધાર છે. નિયમો અને શરતો લાગુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
