અમદાવાદ, 7  ઓક્ટોબર: ઇન્શ્યોરટેક પ્લેટફોર્મ્સ પૈકીના એક ઇન્શ્યોરન્સદેખોએ 2 મિલિયન ડોરના તેના સૌપ્રથમ ESOP લિક્વિડિટી પ્રોગ્રામની આજે જાહેરાત કરી હતી. આ સીમાચિહ્ન અર્થપૂર્ણ સંપત્તિ સર્જન દ્વારા તેના કર્મચારીઓને વળતર આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને માલિકીપણા, પારદર્શકતા તથા લાંબા ગાળે મૂલ્ય સર્જનની તેની સંસ્કૃતિને ગહન બનાવે છે.

તેના ESOP પ્રોગ્રામને લોન્ચ કર્યાના બે જ વર્ષમાં ઇન્શ્યોરન્સદેખોએ તમામ કર્મચારીઓને તેમના હોલ્ડિંગ્સને આંશિકપણે વેચવાની તકો પૂરી પાડી છે. સેકન્ડરી સેલ તરીકે કરાયેલા આ વ્યવહારોમાં વર્તમાન અને ભૂતપૂર્વ એવા 150 કર્મચારીઓને કંપનીના ભવિષ્યના વિકાસમાં હિસ્સો જાળવી રાખવા ઉપરાંત નોંધપાત્ર નાણાંકીય લાભ મેળવવા માટે સક્ષમ કર્યા હતા.

ઇન્શ્યોરન્સદેખોએ નવી ગ્રાન્ટ સાથે ESOP પ્રોગ્રામનો વિસ્તાર કરવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તમામ સ્તરના કર્મચારીઓ સમગ્ર ભારતમાં ઇન્શ્યોરન્સની એક્સેસને સુલભ બનાવવાના કંપનીના મિશન સાથે જોડાયેલા રહે. આ પહેલ અને ભાવિ ESOP વિસ્તરણ સાથે, કંપની ભારતના ફિનટેક અને ઇન્શ્યોરટેક ઇકોસિસ્ટમમાં કર્મચારી-કેન્દ્રિત વૃદ્ધિ માટે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ઇન્શ્યોરન્સદેખોની ટકાઉ વૃદ્ધિનો માર્ગ રજૂ કરે છે જે 2 લાખથી વધુ પાર્ટનર્સના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, 98 ટકા ભારતીય પિન કોડ્સમાં હાજરી અને ટોચના વૈશ્વિક રોકાણકારો તરફથી મળી રહેલા સતત સમર્થન દ્વારા સમર્થિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)