BVG India એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ (IFM) સર્વિસીઝ પ્રોવાઇડર અને પૂણેમાં મુખ્યમથક ધરાવતી બીવીજી ઈન્ડિયા લિમિટેડે તેના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. આ ઇશ્યૂમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરધારકો દ્વારા 2.85 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમ પૈકી રૂ. 250 કરોડ ઋણની પૂર્વચુકવણી કે ચુકવણી માટે ફાળવવામાં આવશે જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફાળવવામાં આવશે.

31 માર્ચ 2025 સુધીમાં બીવીજી ઈન્ડિયા દેશભરમાં 2,218 એક્ટિવ સાઇટ્સમાં કામ કરતા 85,000થી વધુ કર્મચારીઓ ધરાવતી હતી જે તેને ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં સૌથી મોટા રોજગારદાતાઓમાંની એક બનાવે છે. નાણાંકીય વર્ષ 2025 માટે, કંપનીએ કામગીરીમાંથી રૂ. 3,301.8 કરોડની આવક, રૂ. 3,319.5 કરોડની કુલ આવક અને રૂ. 207.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે 17.44 ટકાના સ્વસ્થ રિટર્ન ઓન ઇક્વિટી (આરઓઈ) દર્શાવે છે. તેનું મજબૂત નાણાંકીય પ્રદર્શન અને વૈવિધ્યસભર બિઝનેસ મોડેલ નફાકારકતા જાળવી રાખીને કામગીરીને સ્કેલ કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
આ IPO આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ દ્વારા મેનેજ કરવામાં આવશે જેમાં એમયુએફજી ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે કામ કરશે.
2024માં 1,030 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતું ગ્લોબલ આઉટસોર્સ્ડ ફેસિલિટી મેનેજમેન્ટ (એફએમ) બજાર 2019થી 2024 સુધીમાં 4.2 ટકાના સીએજીઆરથી વધ્યું છે, જે રોગચાળાના કારણે થયેલા વિક્ષેપમાંથી રિકવર થયું છે અને 2021ના અંત સુધીમાં 2020 પહેલાના ખર્ચના સ્તરે પહોંચ્યું હતું. 2029 સુધીમાં, આઉટસોર્સ્ડ એફએમ માર્કેટ 1,495.1 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2024 અને 2029 વચ્ચે 7.7 ટકાના સીએજીઆરથી વધશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
