ટાટા પાવર રિન્યુએબલ્સે Q1માં 45500 રૂફટોપ ઈન્સ્ટોલેશન કર્યા
અમદાવાદ- 4 જુલાઈ: ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટાકંપની અને ભારતની નં.1 રૂફટોપ સોલાર કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)એ નાણાં વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિક્રમી કામગીરી દર્શાવી રૂફટોપ સોલાર ક્ષેત્રમાં તેનું નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું છે. નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં TPRELએ અભૂતપૂર્વ 45,589 રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે નાણાં વર્ષ 25ના પ્રથમ ત્રિમાસિકના 8,838 ઈન્સ્ટોલેશનની તુલનાએ વાર્ષિક ધોરણે 416 ટકાનો જંગી ઉછાળો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસમાં TPREL એ દેશભરમાં કુલ 2,04,443 રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કર્યાં, જેની કુલ ક્ષમતા 3.4 ગીગાવોટને પાર થઈ છે. આ સીમાચિહ્ન કંપનીના ઝડપી વિકાસને પ્રતિબિંબિત કરવાની સાથે સાથે જ, ભારતના રિન્યુએબલ ઉર્જા પરિવર્તનને વેગ આપવામાં તેની મુખ્ય ભૂમિકાને પણ દર્શાવે છે.
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ ભારતના વિકેન્દ્રિત રિન્યુએબલ ઉર્જા સંક્રમણમાં મુખ્ય સક્ષમકર્તા તરીકે TPREL ની ભૂમિકાને દર્શાવે છે અને 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના રાષ્ટ્રીય લક્ષ્યને સમર્થન આપે છે.
રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને વેગ આપીને, TPREL તેના મુખ્ય અભિયાન ઘર ઘર સોલાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને સક્રિયપણે સમર્થન આપી રહ્યું છે. રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ક્ષેત્રોની જરૂરિયાતને અનુરૂપ સોલાર રૂફટોપ સોલ્યુશન્સ પહોંચાડીને, TPREL ભારતની ઉર્જા સુરક્ષા અને સાતત્યપૂર્ણ મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
TPREL દેશભરના 400થી વધુ શહેરોમાં 604થી વધુ ચેનલ પાર્ટનર્સ અને 560 શહેરોમાં 240 ઓથોરાઈઝ્ડ સર્વિસ પાર્ટનર્સ ધરાવે છે, જે દેશભરમાં અવરોધરહિત સેવા અને અજોડ સહાય સુનિશ્ચિત કરે છે. 1.8 લાખ જેટલાં રેસિડેન્શિયલ ગ્રાહકો સહિત 2 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકોના ઝડપથી વિસ્તરતા ગ્રાહક આધાર સાથે,TPREL એ એક વિશ્વસનીય સોલાર પાર્ટનર તરીકે પોતાને મજબૂતીથી પ્રસ્થાપિત કરી છે.
રૂફટોપ સોલારમાં તેના નેતૃત્વ ઉપરાંત, TPREL વ્યૂહાત્મક રીતે સૌર ઉત્પાદનમાં તેની કામગીરીનું વિસ્તરણ કરી રહી છે, જે સમગ્ર સોલાર વેલ્યુ ચેઈનને મજબૂત બનાવે છે. ભારતમાં સેલ્સ અને મોડ્યુલ્સ માટે 4.3 ગીગાવોટ ની મજબૂત ઉત્પાદન ક્ષમતા અને 3.4 ગીગાવોટ થી વધુના રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે, તે અજોડ સ્કેલ અને ઈમ્પેક્ટનું ઉદાહરણ પૂરું પાડે છે, જે દેશના સ્વચ્છ, સાતત્યપૂર્ણ ઉર્જા ભવિષ્ય તરફ ઝડપી સંક્રમણને આગળ ધપાવે છે.
