અમદાવાદ, 18 માર્ચઃ  ક્રેડિટ ઓનરશિપના નવા તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે કારણ કે ક્રેડિટ મોનિટરીંગ હવે દૈનિક આર્થિક વ્યવહારમાં એક અભિન્ન અંગ બની રહ્યું છે. દરેક ભારતીય માટે CIBIL-ભારતે કેવી રીતે વર્ષ 2025માં તેની ક્રેડિટ યાત્રાને અપનાવી પ્રમાણે જે પ્રવૃત્તિ મુખ્યત્વે ધિરાણ સાથે સંકળાયેલ પ્રતિક્રિયાત્મક અને એક વખતની પ્રક્રિયા બની રહેતી હતી તે હવે ગ્રાહકો દ્વારા સંચાલિત એક નિયમિત અભ્યાસ અનેઆર્થિક સ્વસ્થતા (Financial Hygiene)’નો એક મુખ્ય ભાગ બની ગયેલ છે.

ડિસેમ્બર 2025 સુધીમાં એવા ભારતીયોની સંખ્યા કે જેમણે CIBIL સ્કોરને જાતે જ મોનિટર કર્યો હતો તે તમામ વયજૂથમાં વધીને 183 મિલિયન થઈ ગયો છે. આ વધારો એવા ગ્રાહકોની સંખ્યામાં 27 ટકાનો વાર્ષિક (YoY) વૃદ્ધિ બાદ થયેલ છે કે જેમણે પહેલી વખત પોતાના ક્રેડિટને મોનિટર કરેલ હતું. આ ગતિ એ બાબતના સંકેત આપે છે કે ક્રેડિટ સંબંધિત જાગૃકતાને એક મુખ્ય આર્થિક ટેવ તરીકે અપનાવવા વલણમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગ્રાહકો દ્વારા નિયમિતપણે પોતાના CIBIL સ્કોરની જાતે જ દેખરેખ કરનારી લગભગ 45% ગ્રાહકોએ દેખરેખ રાખવાનું શરૂ કર્યાંના છ મહિનાની અંદર જ પોતાના ક્રેડિટ સ્કોરમાં સુધારો કરી લીધો. દેખરેખ કરનારા ગ્રાહકોનો સરેરાશ CIBIL સ્કોર 728 રહ્યો [CIBIL સ્કોર 300થી 900 વચ્ચે હોય છે. સ્કોરનું લેવલ આ પ્રમાણે છેઃ Subprime = 300-680, Near Prime = 681-730, Prime = 731-770, Prime Plus= 771-790, અને Super Prime = 791-900], જે સક્રિય દેખરેખની અને વધારે સારા ક્રેડિટ પ્રોફાઈલ વચ્ચે મજબૂત તાલમેલની દિશામાં સંકેત આપે છે.

ભારતમાં કૂલ ગ્રાહકોમાંથી આશરે 75% નોન-મેટ્રોમાંથી હતા, જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 28 ટકાની ગ્રોથ દર્શાવી છે. મોટા શહેરી કેન્દ્રોમાંથી બહાર ક્રેડિટ જાગૃત્તી ઝડપભેર ફેલાઈ રહેલ આ ટ્રેંડ પહેલી વખત લોન લેનાર સુધી પહોંચી રહ્યા છે; ન્યુ-ટુ-ક્રેડિટ'(પહેલી વખત ક્રેડિટ લેનાર) ગ્રાહકોમાંથી 78% આ બજારોમાંથી આવે છે. ક્રેડિટ ક્વોલિટીની બાબતમાં પણ નોન-મેટ્રો વિસ્તારથી આગળ છે, જ્યાં 73% ‘પ્રાઈમ સ્કોર’ (731થી વધારે) ધરાવતા ગ્રાહકો રહે છે.

જેનઝીઃ ભારતની પ્રથમક્રેડિટનેટિવપેઢી

અગાઉની પેઢીથી વિપરીત તેમને સામાન્ય રીતે જીવનમાં ત્યારપછીના પડાવ પર ક્રેડિટ સ્કોરનો સામનો કરવો પડતો હતો, મિલેનિયલ્સ અને Gen Z જેવા યુવાનો ધિરાણ મેળવનાર તેમની આર્થિક યાત્રાની શરૂઆતમાં નાણાકીય સાધનોનો ઉપયોગ કરવા લાગે છે. આ યુવાનો ધિરાણ મેળવનાર તમામ મોનિટરીંગ કરનાર ગ્રાહકોનો હિસ્સો 77 ટકા જેટલો છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક એવી પેઢી છે કે જે ડેટા, ડિજિટલ માધ્યમો અને સેલ્ફ-સર્વિસ ટુલ્સને લઈ વધારે સહજ છે.

Gen Z ગ્રાહકોની સક્રિય દેખરેખની ટેક તેમની ધિરાણ સંબંધિત પેટર્નને સ્પષ્ટપણે પરિવર્તન લાવી રહેલ છે. દેખરેખ એટલે કે મોનિટરીંગ બાદ આ પેઢી ક્રેડિટ પ્રોડક્ટ્સ પ્રત્યે એક વ્યૂહાત્મક વલણ અપનાવી રહેલ છે. પોતાના પર મોનિટરીંગ કરનાર Gen Z ગ્રાહકોમાં ગોલ્ડ લોનની શરૂઆતમાં જ વાર્ષિક ધોરણે 61 ટકાનો વધારો થયો છે, જ્યારે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના દ્વારા આપવામાં આવતી ટુ-વ્હિલર લોનમાં વાર્ષિક ધોરણે 23 ટકાનો વધારો થતો જોવા મળ્યો છે.

મહિલાઓઃ ભારતની નવી ક્રેડિટ અગ્રણી:

મહિલાઓ ભારતની આર્થિક પરિસ્થિતિમાં અત્યંત મહત્વના પરિવર્તન લાવી રહેલ છે. ડિસેમ્બર 2025 સુધી ક્રેડિટ મોનિટરીંગમાં તેમની ભાગીદારીમાં ઝડપભેર વૃદ્ધિ થઈ છે; જ્યાં પુરુષોમાં આ વૃદ્ધિ 25 ટકા (વાર્ષિક ધોરણે) રહી છે, જ્યારે પોતાના ક્રેડિટ સ્કોર પર નજર રાખનારી મહિલાઓની સંખ્યામાં 38 ટકા (વાર્ષિક ધોરણે)ની વૃદ્ધિ થઈ છે.


જ્યારે તમામ મોનિટરીંગ કરનાર ગ્રાહકોમાં મહિલાઓની હિસ્સેદારી 21 ટકા થઈ ગઈ છે, જે અગાઉ 19 ટકા હતી. આ વધારો ખાસ કરીને નોન-મેટ્રો વિસ્તારોમાં વધારે જોવા મળે છે. જ્યાં પોતાને મોનિટરીંગ કરનારી મહિલા ગ્રાહકોની સંખ્યા 71 ટકા છે. મોનિટરીંગ કરનારી મહિલાઓમાંથી 63 ટકા મહિલાઓનો Prime સ્કોર (731+) છે, જે તેમની મજબૂત ક્રેડિટ હેલ્થ અને જવાબદાર ફાયનાન્શિયલ વ્યવહારને દર્શાવે છે. આ આંકડા સાથે મહિલાઓને ભારતના ક્રેડિટ વિકાસમાં એક મજબૂત અને વધતી શક્તિના સ્વરૂપમાં સ્થાપિત કરે છે.

મોનિટરીંગના ત્રણ મહિનાની અંદર જ ગોલ્ડ લોન આપવામં 25 ટકાની વૃદ્ધિ થઈ છે; Gen Z ગ્રાહકોને આપવામાં આવતી લોનમાં બે ગણી (2x) વૃદ્ધિ થઈ, અને નાના-શહેરો અને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે આપવામાં આવતી ગોલ્ડ લોનમાં 26 ટકા વધારો થયો છે.