અમદાવાદ, 1 જુલાઇઃ  D2C હોમ અને ફર્નિશિંગ કંપની, વેકફિટ ઇનોવેશન્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજારની નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

DRHP અનુસાર, બેંગલુરુ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત IPO રૂપિયા 468.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 5.84 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નું સંયોજન છે.

OFSના ભાગ રૂપે, પ્રમોટર્સ – અંકિત ગર્ગ અને ચૈતન્ય રામાલિંગાગૌડા અને અન્ય વેચાણકર્તા શેરહોલ્ડર્સ – નીતિકા ગોયલ, પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ VI, રેડવૂડ ટ્રસ્ટ, વર્લિન્વેસ્ટ S.A., SAI ગ્લોબલ ઇન્ડિયા ફંડ I LLP, ઇન્વેસ્ટકોર્પ ગ્રોથ ઇક્વિટી ફંડ, ઇન્વેસ્ટકોર્પ ગ્રોથ અપોર્ચ્યુનિટી ફંડ અને પેરામાર્ક KB ફંડ I પોતાના શેર વેચશે.

નવા ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ 117 નવા COCO – રેગ્યુલર સ્ટોર્સ અને એક COCO – જમ્બો સ્ટોર શરૂ કરવા, રૂપિયા 82 કરોડના મૂડી ખર્ચ માટે, નવા સાધનો અને મશીનરીની ખરીદી માટે રૂપિયા 15.4 કરોડના મૂડીખર્ચ, હાલના સ્ટોર્સ માટે લીઝ, સબ-લીઝ ભાડા અને લાઇસન્સ ફીની ચૂકવણી માટે રૂપિયા 145 કરોડ, બ્રાન્ડ પ્રત્યેની જાગૃતિ અને દૃશ્યતા વધારવા માટે માર્કેટિંગ અને જાહેરાત ખર્ચ માટે રૂપિયા 108.4 કરોડ અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ વેકફિટે રજૂ કર્યો છે.

2016માં શરૂ કકરવામાં આવેલી વેકફિટ, 31 માર્ચ, 2024 સુધીમાં, રૂપિયા 1,000 કરોડથી વધુની કુલ આવક હાંસલ કરી છે.

વેકફિટ પાંચ ઉત્પાદન ફેસિલિટીનું સંચાલન કરે છે જેમાંથી બે કર્ણાટકના બેંગલુરુ બે તમિલનાડુના હોસુર અને એક હરિયાણાના  સોનીપત ખાતે આવેલી છે.

વેકફિટે કામગીરીમાંથી નાણાકીય વર્ષ 2024માં રૂપિયા 986.3 કરોડની અને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળા માટે રૂપિયા 971 કરોડની આવક નોંધાવી હતી.

એક્સિસ કેપિટલ, IIFL કેપિટલ સર્વિસીસ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ આ ઇશ્યૂના બૂક રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)